Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

મહિલા પોલીસ મથકના પીઆઇ પી. બી. શાપરાનો આજે જન્મદિવસ

રાજકોટઃ મહિલા પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતાં પી. બી. શાપરાનો આજે જન્મદિવસ છે. ૧૩-૮-૬૧ના રોજ જન્મેલા શ્રી શાપરા ૧૯૬૩માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ભરતી થયા હતાં. એ પછી પ્રમોશન બાદ ૯૮માં પીએસઆઇ અને બાદમાં પી.આઇ. તરીકે બઢતી મળી હતી. જુનાગઢ, અમદાવાદ, ભાવનગર, સુરત અને રાજકોટ ગ્રામ્યમાં ફરજ બજાવી ચુકેલા શ્રી શાપરા હાલમાં મહિલા પોલીસ મથકમાં પ્રશંસનીય ફરજ બજાવી રહ્યા છે. તેમને મો. નં. ૩૭૧૨૦ ૦૯૦૯૦ ઉપર મિત્રો-શુભેચ્છકો, અધિકારીઓ દ્વારા શુભકામના મળી રહી છે.

(3:47 pm IST)