Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

જૂનાગઢ : ખડીયાના વતની ટીવી એન્કર અલ્તાફ કુરેશીનો જન્મદિવસ

જૂનાગઢ તા.૧૧ : જૂનાગઢ નજીક આવેલ ખડીયા ગામે રહેતા જાણીતા ટી.વી. એન્કર અલ્તાફ કુરેશીનો આજે તા.૧૧ના રોજ જન્મદિવસ છે. જેઓ વિવિધ ચેનલો પર એન્કર તરીકે સેવા આપે છે તેમજ ભારત સરકારના વિવિધ વિભાગો સાથે ટ્રેનર તરીકે કામ કરે છે. તેઓ ૨૦૧૩માં ચાઇના ટુરમાં એકમાત્ર ગુજરાતમાંથી પસંદ થઇ ગુજરાતનું નેતૃત્વ કર્યુ હતુ. તેમજ જૂનાગઢ જિલ્લા બેસ્ટ યુથ એવોર્ડ તેમજ પોરબંદર ગૌરવ એવોર્ડ મેળવ્યો છે.

તેમને જન્મદિવસની શુભકામનાઓ મળી રહી છે. તેમજ તેઓ પીસીઆરએની વિવિધ પ્રવૃતિ સાથે  સંકળાયેલા છે. જેમાં ઉર્જા બચતની તાલીમ આપે છે. મો. ૯૮૨૫૪ ૬૪૪૦૩ ઉપર ૩૮માં વર્ષમાં પ્રવેશ નિમિતે શુભેચ્છા વર્ષા થઇ રહી છે.(૪૫.૫)

(11:41 am IST)