Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

કાલે રાજકોટના સામાજીક કાર્યકર વિપુલભાઇ દવેનો જન્મદિન

રાજકોટ તા.૧૧ : રાજકોટના જાણીતા સામાજીક કાર્યકર વિપુલભાઇ શશીકાંતભાઇ દવેનો કાલે તા.૧૨ને રવિવારે ૪૪મો જન્મદિન છે. તા.૧૨-૮-૧૯૭૩ના રોજ રાજકોટમાં જન્મેલા અને વિરાણી હાઇસ્કુલ રાજકોટમાં ભણેલા વિપુલભાઇ દવે સમગ્ર ગુજરાતમાં સામાજીક કામગીરી કરી રહેલ છે. તેઓ આસ્થા ટ્રસ્ટ, ફોરમ ફોર ફાસ્ટ જસ્ટીસ, હેવ વિથ હેપીનેસ, સોસાયટી ફોર ફાસ્ટ જસ્ટીસ, જેવી કાનુની કામગીરીમાં સુધારાઓની ભલામણો કરતી સંસ્થાઓમાં જોડાયેલા છે અને રાજકોટ મેટ્રો સ્ટ્રીટ ન્યુઝ જેવા ન્યુઝપેપરમાં પત્રકારત્વની કામગીરીમાં પણ જોડાયેલ છે.

આ ઉપરાંત તેઓ આરએસએસના આજીવન કાર્યકર રહીને પણ સમાજમાં સામાજીક કામગીરીઓ કરી રહેલ છે. તેઓ ફોરમ ફોર ફાસ્ટ જસ્ટીસ - મુંબઇ જેવી પ્રખ્યાત સંસ્થાના રાજકોટ ચેપ્ટરના સેક્રેટરી તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી રાજકોટ જેવી સંસ્થાઓ સાથે મળીને તેમાં કાનુની ક્ષેત્રે રિફોર્મ્સની કામગીરી કરી રહેલ છે. આ તકે તેઓશ્રીને તેમના મો. ૯૯૨૪૧ ૯૦૯૦૯ ઉપર તમામ વડીલોના આશીર્વાદ અને મિત્રોની શુભેચ્છાઓ મળી રહેલ છે. તેમ હેવ વિથ હેપીનેસના નિશ્ચલભાઇ જોશીની યાદી જણાવે છે.(૪૫.૫)

(11:41 am IST)