Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

કોડીનાર ગુરૂનાનક સિંધી સેવા મંડળના પ્રમુખ રમેશભાઇ બજાજનો જન્મદિન

કોડીનાર તા.૭: ગુરૂનાનક સિંધી સેવા મંડળ ૩૫ વરસથી બિન હરીફ પ્રમુખ પદે સેવાકીય પ્રવૃતિઓ કરતા રમેશ બજાજનો જન્મ દિવસ છે તેઓ ૫૭માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે.

કોડીનાર ભા.જ.પ. સ્થાપનાના પાયાના કાર્યકર તેમજ મુખ્ય હોદેદાર છે તરૂણ વયથી આર એસ.એસ સંઘ સાથે જોડાયેલા છે કટલેરી એશોશિયેશનના પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સના જો.સેક્રેટરી ગુરૂનાનક ગરબી મંડળના પ્રમુખ તેમજ ધાર્મીક,શૈક્ષણિક,સાંસ્કૃતિક સામાજીક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે તેમજ અનેક સેવાકીય પ્રવૃતિઓ તેઓ નિસ્વાર્થ ભાવે ચલાવી રહ્યા છે તેમના મીત્રો શુભેચ્છો દ્વારા તેમને જન્મદિનની શુભેચ્છા મળી રહી છે.

(11:59 am IST)