Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

બહારો ફુલ બરસાઓ... તેજસ ભટ્ટી કા જન્મદિન આયા હૈ

વજુભાઇ વાળાના પી.એસ. માટે કાલે જન્મદિનનું પ્રભાત ઉગશે

રાજકોટ : કર્ણાટકના રાજયપાલ શ્રી વજુભાઇ વાળાના અંગત સચિવ શ્રી તેજસ ભટ્ટ્ીનો આવતી કાલે જન્મદિવસ છે. શિશુકાળથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માં સ્વયં સેવક તરીકે જોડાઇ, ૧૯૮૮-૮૯ થી વિદ્યાર્થી આગેવાન તરીકે સમગ્ર સોૈરાષ્ટ્રમાં અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મા઼ વિવિધ સંગઠનાત્મક જવાબદારીઓ નીભાવીને, જાહેર જીવનમાં અગ્રેસરની ભૂમિકામાં રહ્યા છે.

 

તેમને જિલ્લા સ્તરેથી પ્રાંત સ્તરે અને ત્યારબાદ રાષ્ટ્રીય કક્ષાએ કાર્ય કરવાની બહોળી તક મળી તેના દ્વારા 'ફી વધારો વિરોધ આંદોલન' , 'ડોનેશન વિરોધી આંદોલન' ' વિરાટ વિદ્યાર્થી મોરચો' તેમજ ' તીનબીઘા' જમીન વિરોધી રાષ્ટ્રીય આંદોલનમાં સોૈરાષ્ટ્રના માત્ર ત્રણ યુવાનો પૈકીની પસંદગી પામી વેસ્ટ બંગાળમાં રાષ્ટ્રીય ભાવનાને અખંડ રાખવા સતત વીસ દિવસ સુધી ત્યાં રહયા અને દેશની બોર્ડર સુધી પહોંચનારા એક માત્ર વિદ્યાર્થી અગ્રણી તરીકે તેજસ ભટ્ટી રહયા હતા.

નાની ઉંમરે વરિષ્ઠોનું સતત માર્ગદર્શન, રાષ્ટ્ર ભકિતના સંસ્કારો, સંગઠનાત્મક ભૂમિકા વિગેરે દ્વારા સરકાર અને પ્રજાકીય સંવાદો શ્રેષ્ઠ રીતે નિભાવીને હાલ રાજયના સર્વોચ્ચ વૈદ્યાનિક પદ સુધી સફળ યાત્રા કરવાની વિશિષ્ટતા કેળવી, સોંપાયેલ કાર્ય પૂર્ણ કરવાની આગવી સુઝને આગળ ધપાવવા તેજસભાઇને સોૈ મિત્રો ઉપયોગી રહ્યા છે. તેમના આવતીકાલના ૪૬ માં વર્ષમાં પ્રવેશ નિમિતે આજથી જ શુભેચ્છા વર્ષા શરૂ થઇ ચુકી છે

૩મો. ૯૮૨૪૧ ૧૬૪૧૪ બેગાલુર (૩.૩)

 

(3:53 pm IST)