Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

વાંકાનેર યુથ કોંગ્રેસના પ્રમુખ આબીદ ગઢવાલાનો કાલે જન્મદિન

વાંકાનેર, તા. ૪ :. વાંકાનેર યુથ કોંગ્રેસના પ્રમુખ આબીદ ગઢવાલાનો કાલે જન્મદિન છે. લીંબાળા ગામે ખેડૂત પરિવારમાં જન્મેલા આબીદ ગઢવાળા ખેતી અને જમીન લે-વેચના ધંધા સાથે સંકળાયેલ છે અને ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલ છે. આગેવાનો નોંધ લેતા તેમને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશ્યલ મીડીયા કો-ઓર્ડીનેટર તરીકે પણ સક્રિય કામગીરી કરી રહ્યા છે. તેઓ વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો તથા નાના માણસોના પ્રશ્નોના હંમેશા રજુઆત કરી પ્રશ્નોના નિરાકરણ કરવા મદદરૂપ થાય છે. (તેમના મો. નં. ૯૭૧૪૮ ૯૯૩૫૭)

(12:16 pm IST)