Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

રાજકોટ શહેર યુવા ભાજપ મંત્રી કુલદિપસિંહ જાડેજાનો આજે જન્મદિન ૩૧માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃસેવાકીય, સામાજિક, ધાર્મિક પ્રવૃતિમાં હંમેશા મોખરે એવા યુવા ભાજપ શહેરના મંત્રી કુલદિપસિંહ જાડેજા ૩૦ વર્ષની મંઝીલ તય કરી ૩૧માં વર્ષમાં મંગલ પ્રવેશી રહ્યા છે. મોરબી તાલુકાના ખાનપર ગામના વતની અને રાજકોટમાં તા.૪/૮૮૮ના રોજ જન્મેલા જાડેજાએ છેલ્લા ૯ વર્ષમાં ન્યુ રાજકોટમાં સારી લોકચાહના મેળવી. યુવા ભાજપમાં શહેર મંત્રી તરીકેની જવાબદારી સોંપી યુવાનોમાં અતિ લોકપ્રિય એવા જાડેજાએ છેલ્લા પાંચ વર્ષમાં યુવાનોની ફૌજ ઉભી કરી ભાજપના એક વફાદાર સૈનિક તરીકેની છાપ ઉભી કરી છે. રાજકારણમાં કામ કરવાની તેમની સુઝ આગવી છે અને તેઓ હાલમાં યુવા ભાજપમાં શહેર મંત્રી તરીકે પ્રજાલક્ષી કાર્યો માટે હંમેશા દોડતા રહે છે. દર વર્ષે રાજકોટ શહેરમાં અનોખા ગણપતિ ઉત્સવનું સુંદર આયોજન કરી સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન તેમના ગણપતિ ઉત્સવને ફાળે જાય છે. છેલ્લા નવ વર્ષથી યુનિવર્સિટી રોડ પર જે. કે. ચોક ખાતે ગણેશ ઉત્સવ સમયે પંડાલમાં જીવતા સફેદ ઉંદરો ગણપતિની મુર્તિની આજુબાજુ ફરતા હોય તેવું પ્રદર્શન ગુજરાતમાં પ્રથમ તેમણે કરેલ. સમગ્ર ગુજરાતમાં ઉપરોકત ગણપતિ ઉત્સવ આકર્ષણનું કેન્દ્ર બની ગયું છેકુલદિપસિંહ જાડેજાએ ગત વર્ષે બનાસકાંઠા હોનારતમાં યુવા ભાજપની ફૌજમાં પણ તેમની કામગીરી પ્રસંશનીય રહી છે. સામાજિક, સેવાકીય, ધાર્મિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલા જાડેજા એક બીઝનેસમેન તરીકે પણ પોતે વેપારીઓમાં ચાહના મેળવી છે. અગરબતીના વ્યવસાય સાથે રહ્યા છે. સંકળાયેલ 'ખાનપરની ખુશ્બુ' અગરબતીના માલિક છે. આજે તેમના જન્મદિન નિમિતે સગાસંબંધીઓ,મિત્રો, વેપારીઓ, રાજકીય આગેવાનો દ્વારા મો. ૯૭૩૭૮ ૦૦૦૦૦ પર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.(૧૭.૨)

 

(12:14 pm IST)