Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

બહારો ફુલ બરસાઓ, હરદેવસિંહ જાડેજા કા જન્મદિન આયા હૈ...

મોરબી જિલ્લા પંચાયત અને સૌરાષ્ટ્ર યુનિ.ના સભ્યને ૪૯મું બેઠું

રાજકોટ :. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય અને મોરબી જિલ્લા પંચાયતના સભ્ય શ્રી હરદેવસિંહ જાડેજા આજે ૪૯માં વર્ષમાં પ્રવેશ નિમિતે શુભેચ્છા વર્ષાથી ભીંજાઈ રહ્યા છે.

મૂળ વાંકાનેર પંથકના અભાગી પીપળિયા ગામના વતની શ્રી હરદેવસિંહ જાડેજા વાંકાનેર માર્કેટયાર્ડના ઉપાધ્યક્ષ છે. શ્રીમતી આર.ડી. ગારડી બી.એડ્. કોલેજ, કે.જે. કોટેચા ગર્લ્સ હાઈસ્કૂલ, દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ, કોંગ્રેસ સંગઠન વગેરે સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. સમય - સંજોગો મુજબ રાજકીય 'ચોકઠા' ગોઠવી શકે છે. બહારો ફુલ બરસાઓ... હરદેવસિંહ કા જન્મદિન આયા હૈ...

મો. ૯૮૨૫૪ ૯૨૫૦૯ - રાજકોટ

 

(10:47 am IST)