Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

રચનાત્મક સહકારી અગ્રણી દિપેશ બક્ષીનો કાલે રવિવારે જન્મદિવસ

રાજકોટ : જાણીતા સામાજીક, રચનાત્મક અને સહકારી અગ્રણી શ્રી દિપેશ બક્ષીનો આવતીકાલે જન્મદિવસ છે. તેઓ જીવનમાં અર્ધી સદી વટાવી ચૂકયા છે. રાજકારણના માહીર ઉના તાલુકામાં ભાજપના ૧૯૮૫માં સ્થાપક પ્રમુખ રહ્યા હતા. કાળક્રમે રચનાત્મક અને સહકારી પ્રવૃતિ તરફ ઢળતા રહ્યા નિખાલસ સૌના પ્રિય અને સતત કાર્યરત રહેતા બક્ષીનો મિત્ર સમુદાય પણ વિશાળ સંઘર્ષમય જીવનયાત્રા શરૂ કરનાર દિપેશ બક્ષી જીવનના ૫૫ વર્ષ પૂર્ણ કરી ૫૬માં વર્ષમાં પ્રવેશ કરે છે. જોગાનુજોગ તેમના પુત્ર ચિંતન બક્ષીનો પણ ૨૦-૫-૧૯૯૦ના જન્મ થયેલો. તેઓને જન્મદિનની પૂર્વ સંધ્યાએ જ મો.૯૪૨૬૭ ૮૫૭૬૧ ઉપર શુભેચ્છાઓ વરસી રહી છે.(૩૭.૧૪)

(3:52 pm IST)