Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

રાજ્ય સભાના સાંસદ ચુનિભાઇ ગોહેલનો જન્મદિન

પ્રભાસ પાટણ તા.૧૯: ગુજરાત રાજ્ય  રાજયસભા સાંસદ ચુનિભાઇ ગોહેલ આજે તા.૧૯ ના રોજ સફળતમ જીંદગીના ૬૩ વર્ષ પૂર્ણ કરી ૬૪ માં વરસમાં પ્રવેશે છે.ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના અગ્રણી તેઓ ૧૯-૫-૧૯૫૫ના રોજ વેરાવળ ખાતે જન્મેલા ચુનિભાઇ ગોહેલ ગ્રેજ્યુએટ સુધીનો  અભ્યાસ કરી ૧૯૮૩-૮૪માં સક્રિય રાજકારણમાં  પ્રવેશ કર્યો. નગરપાલિકાની ચુંટણીમાં વારંવાર  તેઓ તથા તેમનો પરિવાર  સભ્ય કે ઉપપ્રમુખ થી પ્રમુખપદ સુધી બિરાજી ચૂકયો છે.

વર્ષ ૨૦૦૨માં સમગ્ર રાજ્યની સ્થિતી ધ્યાને લઇને તેમની કુનેહથી વેરાવળમાં શાંતી અને ભાઇચારો જળવાઇ રહયાની નોંધ લેવાઇ હતી. વડાપ્રધાને ગેસની સબસીડી છોડવા જ્યારે અપીલ કરી હતી ત્યારે સબસીડી છોડનાર દેશના પહેલા સાંસદ હતા. માછીમાર તથા સાગરખેડુ સમાજના પ્રશ્નો દિલ્હી ખાતે રજુઆત કરી સફળતા મેળવી છે. જન્મદિને ઠેરઠેરથી અભિનંદન-શુભેચ્છા મો. ૯૨૨૭૫ ૨૧૩૪૫  પર મળી રહી છે.

(11:35 am IST)