Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

પ્રખર આર્ય સમાજી રમેશભાઇ આર્યનો જન્મદિનઃ ૭૩માં પ્રવેશ

રાજકોટ તા.૧૭: કચ્છી લોહાણ પરિવારના પિતા દેવજીભાઇ ચંદારાણા, માતૃશ્રી ચંપાબેન ત્યાં અંખડ ભારતના કરાચી શહેરમાં જન્મોલા રમેશભાઇનો આજે ૭૩મો જન્મ દિવસ છે. વસવાટ કરેલ નાનપણથી આર્યસમાજના બાલ મંદિરમાં શિક્ષણની શરૂઆત કરેલ. આર્યસમાજ રાજકોટના પાયાના પથ્થર તરીકે શહેરમાં છેલ્લા ૬૦ વર્ષથી કાર્યરત છે. આર્યસમાજના સભ્ય કાર્યકરતા અને મંત્રી, પ્રમુખની જવાબદારી ૧૯૫૫ થી ૧૯૯૦ સુધી નિભાવેલ ૧૯૯૬ના ગૌહત્યા ભારતભરમાં બંધ કરવા માટે ચાલેલ આંદોલનમાં મહત્વપૂર્ણ જવાબદારી નીભાવેલ, ગૌહત્યા નાબૂદના થાય ત્યાં સુધી ચામડુ નહી પહેરવાની પ્રતિક્ષાથી આજદિન સુધી બુટ ચપલના બદલે સ્લીપર પહેરે છે તેમજ જીવદયા પ્રવૃતિમાં કીડીયારૂ પુરવુ પક્ષીને ચણ,કાબરને કુતરાને રોટલો,ગાયને ગૌ ગ્રાસની સેવામાં કુટુંબીજનો પણ તન, મનથી સાથ આપી રહ્યા છએ તેમના ધર્મપત્નીએ મૃત્યુ પછી મેડીકલ વિદ્યાર્થીઓના લાભાર્થે વિવેકાનંદ યુથ કલબ દ્વારા ચાલુતી દેહદાન પ્રવૃતિમાં નામ નોંધાવેલ છે અને મૃત્યુ પછી દેહદાન કરવાનો સંકલ્પ જાળવી રાખેલ છે. ભેળસેળવાળી તથા અખાદ્ય કલર વાળી મિઠાઇ, વાસી ફરસાણ, સરબત, ગોલા, સામે રીતસરની જુંબેશ ચલાવી રહેલા રમેશભાઇ આર્ય (મો.૯૯૨૫૫ ૨૮૩૦૧)ને ઠેરઠેરથી જન્મદિવસની શુભેચ્છાઓ મળી રહી છે.

(4:06 pm IST)