Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

રાજકોટના ધારાશાસ્ત્રી રાજેન્દ્રસિંહ ગોહિલનો જન્મ દિવસઃ ૪૩ પુરા કર્યા

રાજકોટ તા. ૩ : રાજકોટ શહેરના જાણીતા ધારાશાસ્ત્રી અને છેલ્લા ૧૮ વર્ષથી વકીલાત કેસો સીવીલ ક્રિમીનલ કલેઇમ તેમજ વિવિધ ક્ષેત્રમાં કાયદાના નિષ્ણાંત તરીકે બહોળો અનુભવ ધરાવતા વકીલોમાં લોકપ્રિય બની ચુકેલા એડવોકેટ રાજેન્દ્રસિંહ ગોહિલ આજ ૪૩ વર્ષ પૂર્ણ કરીને  ૪૪ માં વર્ષમાં પ્રવેશ કરતા હોય ઠેરઠેરથી શુભેચ્છા મળી રહેલ છે. રાજકોટ બારમાં ન્યુ ક્રિમીનલ બારમાં પ્રમુખ તરીકે જવાબદારી તથા રાજકોટ બાર.એસોસીએશનમં ટ્રેઝરર તરીકેની જવાબદારી બે ખુબીથી નીભાવેલ છે રાજકોટના વકીલોના કોઇપણ પ્રશ્ને જાગૃત રહીને લડત કરવામાં હંમેશા અગ્રેસર રહેલ છે. શ્રી ગોહિલ ખુબજ સરળ મિત સ્વભાવના મિલનસાર હોવાથી વકીલાત ક્ષેત્રે તથા રાજકીય ક્ષેત્રે ઉજળુનામ રોશન કરેલ છે ભારતીય જનતા પાર્ટી વોર્ડ નં.૩માં સક્રિય ભુમીકા દરેક ચુંટણીમાં ભજવેલ છે. ભારતીય જનતા પાર્ટીના ટોચથી નીચે સુધીના કાર્યક્રમોમાં લોકપ્રિય બનેલ શ્રી ગોહિલને ભાજપના પ્રમુખ કમલેશ મીરાણી, નિતીનભાઇ ભારદ્વાજ તથા ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, અરવિંદભાઇ રૈયાણી સહીતના આગેવાનો તથા બાર. એસોસીએશનના પ્રમુખ સંજયભાઇ વ્યસા, પિયુષ શાહ, ભગીરથ ડોડીયા ક્રિકેટ ટીમો, ધારાશાસ્ત્રી અભય ભારદ્વાજ, બાર કાઉન્સ્ીલના પૂર્વ ચેરમેન દિલીપ પટેલ, નોટરી એસોસીએશન લેબર બા, રેવન્યુ બાર, કલેઇમ બાર વિગેરેએ મો.નં. ૯૪ર૬ર પ૮પર૬ ઉપર અભિનંદન વર્ષા પાઠવેલ છે.(૬.૧૮)

(3:42 pm IST)