Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

ભાજપનો રાષ્ટ્રીય પરીષદના સદસ્ય મનસુખભાઇ ખાચરીયાનો આજે જન્મદિવસ

નવાગઢ, તા. ૧ :  જેતપુર વેપારી મહાજનના પૂર્વ પ્રમુખને ભાજપના રાષ્ટ્રીય પરીષદના સદસ્ય મનસુખભાઇ ખાચરીયાનો આજે જન્મ દિવસ છે.

વ્યકિતને પોતાનામાં સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઇએ એવો જીવનયંત્ર ધરાવતા મનસુખભાઇ ભાજપના અદના સૈનિક છે. ગત લોકસભામાં પોરબંદર બેઠક ઉપર ચૂંટણી લડેલા ભલે વિજયી ઘોડે ન ચડી શકયા પરંતુ કંઇકોને વિજય ઘોડે ચડાવવાની અપાર શકિત ધરાવે છે. તેમના મોબાઇલ નં. ૯૯૦૯૯ ૬ર૭૧૧ ઉપર જન્મદિનની શુભેચ્છા મળી રહી છે.

(1:07 pm IST)
  • ગોવા સરકારના પ્રધાન વિજય સરસદેસાઈએ ઉત્તર ભારતીય પર્યટકોને લઈને વિવાદીત નિવેદન આપ્યું છે અને તેમને ધરતી પર ગંદગી ગણાવ્યા છે. વિજય સરદેસાઈએ કહ્યુ છે કે આ પર્યટકો ગોવાને હરિયાણા બનાવવા ચાહે છે. પોતાના સંબોધનમાં વિજય સરદેસાઈએ ઉત્તર ભારતીય પર્યટકોને મોટા પૂર સમાન ગણાવ્યા અને તેમણે ગોવાને બીજું ગુરુગ્રામ નહીં બનવા દેવાની વાત પણ કરી હતી. access_time 7:25 pm IST

  • રાજસ્થાનના ભીલવાડામાં હલવો ખાધા બાદ પાંચના મોત : ત્રણ ગંભીર : હોસ્પિટલમાં ખસેડાયા : ફૂડ પોઇઝનની અસર : હલવામાં કોઈ ઝેરી પ્રદાર્થ પડ્યો કે કેમ ? તપાસ શરૂ : એક ઘરમાં હળવો ખાધા બાદ તબિયત બગડી : ભીલવાડાના ભૂટેલમાં બનાવ access_time 9:23 am IST

  • પ્રતિબંધ છત્તા તેજાબના ખુલ્લેઆમ વેચાણ વિરૂદ્ધ થયેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારી : સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારો પાસેથી જવાબ માંગ્યો : અરજીમાં સર્વોચ્ચ ન્યાયાલયના આદેશનું ઉલ્લંઘન થતું હોવાનું કહેવાયું છે access_time 9:22 am IST