Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

એડવોકેટ અને નોટરી હરેશભાઇ પરસોંડાનો આજે જન્મ દિવસ

રાજકોટ તા. ૯.. :.. રાજકોટન યુવા ધારાશાસ્ત્રીશ્રી હરેશ બી. પરસોંડાનો આજ રોજ તા. ૯-૧૧-ર૦૧૯ ના રોજ જન્મ દિવસ છે. તેઓ રાજકોટ શહેર ખાતે છેલ્લા ૧૭ વર્ષથી વકીલાતના વ્યવસાયમાં જોડાયેલ શ્રી હરેશ બી. પરસોંડા એડવોકેટની ભારત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણુંક કરવામાં આવેલ છે.

એડવોકેટ હરેશ બી. પરસોંડા રાજકોટ ખાતે ફોજદારી તેમજ સીવીલ રાહે વકીલાત કરી ખુબ સારી નામના મેળવેલ છે. તેમજ સમાજમાં જુદા જુદા ક્ષેત્રમાં સેવાકીય પ્રવૃતિ સાથે અલગ અલગ સંસ્થામાં જોડાયેલ છે. જેમાં બજરંગવાડી વેપારી એસોસીએશનના પ્રમુખ તરીકે આઠ વર્ષ તરીકે સેવા આપેલ તથા હાલમાં કાર્યકારી પ્રમુખ તરીકે સેવા આપે છે. તેમજ રાજકોટ બાર એસોસીએશનમાં પૂર્વ જોઇન્ટ સેક્રેટરી રહી ચુકેલ છે અને ભાજપ વોર્ડ નં. ર ના ઉપપ્રમુખ તરીકે હાલમાં સેવા આપે છે અને રાજકોટ જિલ્લા હયુમન રાઇટના જોઇન્ટ સેક્રેટરી તરીકે અને લોયર્સ સ્પોટર્સ ફાઉન્ડેશન નામની વકીલો માટે રમત ગમત અંગેની સંસ્થામાં છેલ્લા દસ વર્ષથી ટ્રેઝરર તરીકે સેવા આપે છે અને રાજકોટ ચૂંવાળીયા કોળી સમાજમાં સાંસ્કૃતિ કાર્યક્રમ રૂપે સ્પનદરાસ ઉત્સવના નામે સમાજના ભાઇ- બહેનો માટે દાંડીયા રાસનું દર વર્ષે આયોજન કરે છે અને રાજકોટ ખાતે ચૂંવાળીયા ઠાકોર બોર્ડીંગ સંસ્થામાં કારોબારી સભ્ય તરીકે તેમજ પૂર્વ ઉપપ્રમુખ પદે તથા સંતશ્રી વેલનાથ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટમાં મંત્રીપદે તથા ગુજરાત ચૂંવાળીયા કોળી ઠાકોર-સમાજ રાજકોટ જિલ્લાના મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે તેમજ ગુજરાત સરકારશ્રી દ્વારા જિલ્લા કાનુની સેવા મંડળ દ્વારા સંચાલીત મીડીએશન સેન્ટરમાં હાલ મીડીએટર તરીકે સેવા આપે છે. તેમજ અનેક નામાંકીત  કંપનીઓ પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા, ગુજરાત સ્ટેટ પેટ્રો લી., યુનાટેડ ઇન્ફાસ્ટ્રકચર ઓફ ઇન્ડીયા લી. તેમજ વિકાસ શરાફી સહકારી મંડળી લી., યશરાજ ક્રેડીટ-કો-ઓપ. સોસાયટી, તેમજ સંકલ્પ સિધ્ધ સહકારી મંડળી લી.માં એડવોકેટ તરીકે રોકાયેલ છે.રાજકોટ ખાતે બાર એસોસીએશન યુવાન વકીલ મિત્રોમાં પોતાની ખુબ જ સારી ચાહના ધરાવે છે અને વકીલ મિત્રોના કોઇપણ કામ અંગે ખુબ જ ખંતથી તેઓની સાથે રહી વકીલ મિત્રોના પ્રશ્નોના નિકાલ કરવામાં હંમેશા મદદરૂપ થતા હોય જેથી યુવાન વકીલ મિત્રો તેમને ખુબ જ આવકાર આપે છે.આજ રોજ તેમનો જન્મ દિવસ હોવાથી વકીલ મીત્રો તથા સમાજના આગેવાનો તથા કુટુંબીજનો તરફથી તેમના મો. નં. ૯૮ર૪૪ ૦૯૯પર ઉપર શુભેચ્છા પાઠવવામાં આવેલ છે.

(3:25 pm IST)
  • સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ મુસ્લિમ પર્સનલ લો બોર્ડની પત્રકાર પરિષદ : વકીલો સાથે વાત કરીને આગળની રણનીતિ ઘડાશે : સુપ્રિમ કોર્ટના નિર્ણયનું સંપૂર્ણ સન્માન અમે કરીએ છીએ : મુસ્લિમ પર્સનલ લો બોર્ડ ચુકાદાથી સંતુષ્ટ નથી : કોઈપણ પ્રકારના ધરણા કે પ્રદર્શન કરીશુ નહિં : અમને ન્યાય મળ્યો નથીઃ અમે અપીલ કરીએ છીએ કે કોઈપણ પ્રદર્શન કરે નહિં: રીવ્યુ પીટીશન દાખલ કરવા વિચાર કરાશેઃ મસ્જીદને શીફટ કરી શકાય નહિં : ચુકાદામાં કેટલાક વિરોધાભાસ જોવા મળ્યો છે access_time 1:07 pm IST

  • આજ નો દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખવામાં આવશે : શિવ સેના ના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે કહ્યું હતું કે દરેક સુપ્રીમ કોર્ટનો ચુકાદો સ્વીકાર્ય છે. હું ૨૪ નવેમ્બરે અયોધ્યા ની મુલાકાતે જઈશ ઉદ્ભવ ઠાકરે a કહ્યું હતું કે હું એલ કે અડવાણી ને મળવા પણ જઈશ અને તેમને અભિનંદન આપીશ તેઓએ આ કાર્ય માટે રથયાત્રા કાઢી હતી હું ચોક્કસ તેમને મળી અને આશીર્વાદ લઈશ access_time 6:31 pm IST

  • ૨૦૨૩માં મેન્સ હોકી વર્લ્ડકપ ભારતમાં રમાશે : ૨૦૨૩ માં પુરૂષોની હોકી વર્લ્ડ કપ માટે ભારતની પસંદગી થઈ છે. host country તરીકે મેન્સ હોકી વર્લ્ડકપ માટે ભારતનું નામ જાહેર થયું છે access_time 6:09 pm IST