Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

ગુજરાત પ્રદેશ કડીયા સમાજના પ્રમુખ અશોકભાઇ રાઠોડનો આજે જન્મદિવસ

રાજકોટ તા. ૯: ગુજરાત પ્રદેશ કડીયા સમાજના પ્રમુખ અશોકભાઇ રાઠોડને આજે જન્મદિવસ છે. ૯/૧૧/૫૭ના રોજ જન્મેલા અશોકભાઇએ લોનો અભ્યાસ કર્યો હતો. હાલમાં લેન્ડ ડેવલપર્સ અને કોર્પોરેટ ગ્રુપમાં બિઝનેસ ધરાવે છે. પૂ. આપાગીગા અને પૂ. જીવરાજબાપુના આશીર્વાદથી શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજની જ્ઞાતિકિય પ્રવૃતિઓમાં વર્ષોથી સક્રિય આગેવાન છે. તેમણે સમુહલગ્નો, છાત્રો માટે બોર્ડિંગ બનાવવા સહિતના કામોમાં ખુબ જહેમત ઉઠાવી છે. કડીયા સમાજને શિક્ષણ અને રાજકિય ક્ષેત્રે આગળ વધારવાના કામમાં પણ મોખરે રહ્યા છે. સમાજમાં સંગઠન એકતાની અનોખી ભાવના જગાવી છે. તેમને જન્મદિવસે સમસ્ત ગુજરાત કડીયા સમાજ તરફથી શુભેચ્છાઓ મળી રહી છે.

(11:43 am IST)
  • સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ મુસ્લિમ પર્સનલ લો બોર્ડની પત્રકાર પરિષદ : વકીલો સાથે વાત કરીને આગળની રણનીતિ ઘડાશે : સુપ્રિમ કોર્ટના નિર્ણયનું સંપૂર્ણ સન્માન અમે કરીએ છીએ : મુસ્લિમ પર્સનલ લો બોર્ડ ચુકાદાથી સંતુષ્ટ નથી : કોઈપણ પ્રકારના ધરણા કે પ્રદર્શન કરીશુ નહિં : અમને ન્યાય મળ્યો નથીઃ અમે અપીલ કરીએ છીએ કે કોઈપણ પ્રદર્શન કરે નહિં: રીવ્યુ પીટીશન દાખલ કરવા વિચાર કરાશેઃ મસ્જીદને શીફટ કરી શકાય નહિં : ચુકાદામાં કેટલાક વિરોધાભાસ જોવા મળ્યો છે access_time 1:07 pm IST

  • મનીષા ગોસ્વામીને બાર દિવસની રિમાન્ડ પર સોંપવા કોર્ટનો હુકમ : કચ્છને હચમચાવનાર જયંતી ભાનુશાળી હત્યા કેસના મુખ્ય આરોપી મનીષા ગોસ્વામી અને સુરજીતભાઈને ભચાઉ અદાલતે બાર દિવસના રિમાન્ડ ઉપર પોલીસને સોંપેલ છે. સરકાર પક્ષે ખાસ સરકારી ધારાશાસ્ત્રી તરીકે શ્રી અભયભાઈ ભારદ્વાજ અને શ્રી તુષાર ગોકાણીએ ધારદાર દલીલો કરી હતી. access_time 6:07 pm IST

  • ૨૦૨૩માં મેન્સ હોકી વર્લ્ડકપ ભારતમાં રમાશે : ૨૦૨૩ માં પુરૂષોની હોકી વર્લ્ડ કપ માટે ભારતની પસંદગી થઈ છે. host country તરીકે મેન્સ હોકી વર્લ્ડકપ માટે ભારતનું નામ જાહેર થયું છે access_time 6:09 pm IST