Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

જિલ્લા ભાજપ ઉદ્યોગ સેલના કન્વીનર દિપક મદલાણીનો કાલે જન્મદિન

રાજકોટ,તા.૯: રાજકોટ જીલ્લા ભાજપ ઉદ્યોગ સેલના કન્વીનર દિપક મદલાણીનો  આવતીકાલે જન્મદિન છે. તા.૧૦/૧૧/ ૧૯૭૫ રાજકોટ ખાતે જન્મેલા અને મૂળ પોરબંદર રહેવાસી ૪૪માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. યુવા ભાજપમાં મંત્રી તરીકે સતત બે ટર્મ રહી ચૂકેલા અને ૭ વર્ષ સુધી ભાજપમાં કાર્યાલય મંત્રી તરીકે સેવા આપી છે. સ્વસ્તીક શિકાકાઈ કંપનીનાં સિનીયર મેનેજર તરીકે કામ કરી ચૂકેલા અને બાન લેબ્સ પ્રા.લી.(સેસા)માં વાઈસ પ્રેસીડન્ટ તરીકે માર્કેટીંગ ડિપાર્ટમેન્ટ સંભાળતા હતા. તેઓ માર્કેટીંગ લાઈનમાં બહોળો મિત્ર વર્ગ ધરાવે છે.

ગુજરાતના દરેક ટાઉનમાં સેલ્સમેન એસોસીએશન બનાવી સેલ્સ લોકોને મજબુત બનાવવામાં તેમનો સિંહફાળો છે. તેઓ સૌરાષ્ટ્ર- કચ્છ સેલ્સમેન એસોસીએશન અને ગુજરાત સેલ્સ વેલ્ફેરનાં સ્થાપક પ્રમુખ છે. મહારાષ્ટ્ર નવનિર્માણ કામદાર સેનાના સેલ્સમેન વેલ્ફેર એસોસીએશનનાં તેઓ મંત્રી છે અને મુંબઈ મહારાષ્ટ્રમાં સેલ્સમેન એસોસીએશનના પ્રશ્નોમાં ખુ એકટીવ છે. આ ઉપરાંત અભિનવ સોશ્યલ ગ્રુપ, નમસ્કાર સોશ્યલ ગ્રુપ, ભ્રષ્ટાચાર વિરોધી સમિતિ, સહાય કલબ, જલારામ યુથ કલબ ઉપરાંત ૨૫ થી વધુ સંસ્થામાં હોદ્દા ધરાવે છે. ગુજરાત એસ.ટી.બોર્ડમાં પણ સલાહકાર સમિતિનાં સભ્ય તેમજ વિશ્વ હિન્દુ પરિષદની ધર્મયાત્રામાં ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂકયા છે. રાજકોટ રઘુવંશી પરિવારમાંથી આવતા દિપક મદલાણી રાજકોટમાં ભૂતકાળમાં ભાજપનો મિડીયા સેલનો કાર્યભાર સંભાળતા હતા. તેઓને બેસ્ટ સેલ્સ રત્નનો એવોર્ડ ઉપરાંત બેસ્ટ સેલ્સ પર્સન એવોર્ડ મેળવી ચૂકયા છે.

ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ તેમજ ગોવાના સૌથી મોટા માર્કેટીંગ સેલ્સ ગ્રુપ- વેસ્ટ ઝોન માર્કેટ પર્સન ગ્રુપનાં ૩૫ વર્ષ બાદ પ્રથમ ગુજરાતી પ્રમુખ તરીકે જુલાઈ માસમાં નિમણૂંક થયેલ છે. હાલમાં માણેકચંદ પાન મસાલામાં માર્કેટીંગ મેનેજર તરીકે ઓલ ઈન્ડિયા માર્કેટીંગની જવાબદારી સંભાળી રહ્યા છે. મો.૮૦૦૦૦ ૦૦૨૩૪

(11:42 am IST)