Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

આજે ૭પમાં વર્ષમાં 'એન્ટ્રી' કરતાં નાટય ગુરૂ કૌશિક સિંધવ

રંગ એક સ્વરૂપ અનેક... કૌશિક સિંધવના ત્રિવિધ અભિનય સ્વરૂપો. (૧) રેડીયોના એ-ગ્રેડ સ્વરાભિનય અભિનેતા રૂપે (ર) રંગભૂમિના જીવંત અભિનેતા રૂપે અને (૩) ટીવી ફિલ્મના સહજ ભાવી અભિનેતા રૂપે. : ઝૂપડપટ્ટીમાં નાટકો રજુ કરી કરશે પોતાના જન્મ દિનની નવતર ઉજવણી

રાજકોટ : નાટય અભિનય તથા નાટય નિર્માણ તાલીમના 'નાટય ફળિયુ 'ના સંચાલક પીઢ નાટય ગુરૂ શ્રી કૌશિક સિંધવ આજે નાટય રંગભૂમિના ૬૦ માં  તેમજ આયુષ્યના ૭પ માં વર્ષમં પ્રવેશ કરે છે. તેઓની આ નિરંતરીત રંગભૂમિ યાત્રા દરમ્યાનના અનેક ઉતાર ચઢાવોએ તેમને તેમની નાટય સેવાઓ માટે રાજકોટથી દેશના હૃદય સમા રાષ્ટ્રપતિ ભવનના સન્માનોની સફર કરાવી છે. નાટય વિષયક લેખન માટે પણ તેઓ એટલા જ જાણીતા છે. રંગભૂમિ, ટીવી તથા રેડીયો (એ-ગ્રેડ)ના મળી અંદાજીત પ૦૦ નાટકોમાં એક ક્ષમતાયુકત અભિનેતા તરીકેનો પરિચય આપ્યો છે.  જે આ વયે પણ પૌરાણિક નાટક 'મોક્ષ'ની તેઓની રાવણની ભૂમિકામાં અનુભૂત કરી શકાયું. તેઓના જણાવ્યા મુજબ 'મેં ધર્મથી દરેક કર્મને વિશેષ પ્રાધાન્ય એટલા માટે આપ્યું છે કે સૂકર્મ એજ ખરો ધર્મ છે.'

આ સિધ્ધાંતે ૭પ ની  આયુ એ પણ અભિનય ઉપરાંત તેઓ પોતાના નાટય ફળીયામાં નવ યુવાનોમાં નાટય સિંચન કાર્યમાં રમમાણ છે. તેઓના આ ૭પ વર્ષના પડાવે તેઓ કોઇ ઝાકઝમાળ વગર સમાજના અત્યંત વંચિત વર્ગના નબળા લોકોની ઝૂપડપટ્ટીમાં પોતાના તાલીમાર્થીઓ સાથે બે નાટકો રજૂ કરી ઉજવણી કરનાર છે. (મો. નં. ૭૩પ૯૩ ર૬૦પ૧)

(3:34 pm IST)