Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

સંઘર્ષના વાવાઝોડામાં સ્‍નેહના વરસાદ જેવા કમલેશ જોષી પુરાનો જન્‍મદિન

બુધ્‍ધિશાળી વ્‍યકિત તમારુ દિમાગ ખોલે છે.સુંદર વ્‍યકિત તમારી આંખો ખોલે છે. પરંતુ એક પ્રેમાળ વ્‍યકિત તમારૂ હદય ખોલે છે. આ વિધાન શ્રી કમલેશ જોષી પુરાની બાબતમાં યથાર્થ લાગે છે. આજે ૭ નવેમ્‍બરે તેઓ પ્રેમાળ જીવનના ૬૧માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. ભારત સરકારે તેમને ષષ્‍ઠિ પૂર્તિની ભેટ તરીકે રાષ્‍ટ્રીય કક્ષાના નહેરૂ મેમોરિયલ મ્‍યુઝિયમ સંચાલક મંડળમાં સ્‍થાન આપ્‍યું છે.

સાર્વજનિક જીવનમાં સઘર્ષના વાવાઝોડા વચ્‍ચે પણ સ્‍નેહનો વરસાદ વરસાવી શકતા શ્રી કમલેશ જોષી પુરા ભુતકાળમાં રાજકોટ શહેર ભાજપના પ્રમુખ, બે વખત સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ, ઇન્‍ડીયન ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ટીચર્સ યુનિવર્સિટીના પ્રથમ ઉપકુલપતિ વગેરે સ્‍થાનો પર યશસ્‍વી કામગીરી કરી ચૂક્‍યા છે.કાયદા ક્ષેત્રે તેમનું મોટુ યોગદાન છે. ભાવથી ભરપુર કતૃત્‍વ અને પ્રભાવથી ભરપુર નેતૃત્‍વનું શ્રેષ્‍ઠ ઉદાહરણ તેમણે પુરૂ પાડયું છે. રાહ બની ખુદ મંજિલ, પીછે રહ ગઇ મુશ્‍કીલ..મોઃ ૯૮૨૪૨ ૧૨૦૩૩. રાજકોટ

(11:26 am IST)