Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

ગુજરાત નોટરી ફેડરેશનના સ્થાપક ચેરમેન નોટરી એન્ડ એડવોકેટ સંજય જોષીનો જન્મદિવસ

રાજકોટઃ નોટરી એન્ડ એડવોકેટ સંજય જે.જોષીનો આજે જન્મ દિવસ છે. રાજગોર બ્રાહ્મણ યુથ કલબના સભ્ય, સંજયભાઈએ એમ.કોમ, એલ.એલ.બી. સુધીનો અભ્યાસ કરી અને વકીલાત શરૂ કરેલ છે, તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા તેમની નોટરી તરીકે નિમણુંક થયેલ છે, તેઓ સીવીલ રેવન્યુ, ક્રીમીનલ, સહકારી મંડળીઓ, તેમજ ગ્રાહક સુરક્ષાને લગતા કેસોની સારી પ્રેકટીશ કરે છે, ''ગુજરાત નોટરી ફેડરેશન''ના સ્થાપક ચેરમેન છે, તેઓ રાજકોટ જીલ્લા રજીસ્ટ્રાર (સ.મં.) રાજકોટ, રા.જી.સહ.બેંક, રા.ના.સહ. બેંક, તેમજ બામણબોર જીઆઈડીસી ઈન્ડ.એશો.ના પેનલ એડવોકેટ છે, તેમજ વિવિધ સંકળાયેલ છે, તેઓ કોર્ટ લોબીમાં ''સંજુબાબા''ના હુલામણા નામથી વકીલોમાં ખુબ જ સારી લોક ચાહના ધરાવે છે, તેમજ સામાકાંઠા વિસ્તારમાં ખુબ જ મોટું મીત્રવર્તુળ ધરાવે છે, તેમને તેમના જન્મદિને તેમના મો.૯૮૨૪૮ ૨૪૨૯૩ ઉપર શુભેચ્છાઓ વરસી રહી છે.

(3:28 pm IST)
  • દાવો રદ થવાનો કોઇ અફસોસ નથીઃ નિર્મોહી અખાડા :આજે સુપ્રિમ કોર્ટે અયોધ્યા મામલે ચુકાદા દરમિયાન નિર્મોહી અખાડાનો વિવાદીત જગ્યા અંગેનો માલીકી હકક અંગેનો દાવો રદ કર્યો હતો. નિર્મોહી અખાડાના વરિષ્ઠ સંત મહંત ધર્મદાસજીએ જણાવેલ કે વિવાદીત સ્થળનો અમારો દાવો રદ થતા કોઇ અફસોસ નથી, કેમ કે તે પણ રામલલાનો પક્ષ લઇ રહયો હતો. સુપ્રિમકોર્ટે રામલલાના પક્ષને મજબુત માન્યો છે જેથી નિર્મોહી અખાડાનો હેતુ પુર્ણ થયો છે. access_time 3:25 pm IST

  • સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ મુસ્લિમ પર્સનલ લો બોર્ડની પત્રકાર પરિષદ : વકીલો સાથે વાત કરીને આગળની રણનીતિ ઘડાશે : સુપ્રિમ કોર્ટના નિર્ણયનું સંપૂર્ણ સન્માન અમે કરીએ છીએ : મુસ્લિમ પર્સનલ લો બોર્ડ ચુકાદાથી સંતુષ્ટ નથી : કોઈપણ પ્રકારના ધરણા કે પ્રદર્શન કરીશુ નહિં : અમને ન્યાય મળ્યો નથીઃ અમે અપીલ કરીએ છીએ કે કોઈપણ પ્રદર્શન કરે નહિં: રીવ્યુ પીટીશન દાખલ કરવા વિચાર કરાશેઃ મસ્જીદને શીફટ કરી શકાય નહિં : ચુકાદામાં કેટલાક વિરોધાભાસ જોવા મળ્યો છે access_time 1:07 pm IST

  • સુપ્રીમકોર્ટે સર્વસંમતિથી ચુકાદો આપ્યો છે : ચીફ જસ્ટિઝ કહ્યું કે બાબરના સમયમાં મીર બાકીએ મસ્જિદ બનાવી હતી : ખોદકામ દરમિયાન મળેલ ઢાંચો બિન ઇસ્લામિક હતો : સુપ્રીમકોર્ટ :અયોધ્યા કેસમાં નિર્મોહી અખાડાનો દાવો રદ કરી નાખવામાં આવ્યો છે : મસ્જિદ કયારે બનાવામાં આવી તે ખબર પડતી નથી : સર્વસંમતિથી સુપ્રીમકોર્ટના જજોએ ચુકાદો આપ્યો છે : તમામ ધર્મોને સમાન નજરથી જોવાનું સરકારનું કામ નથી access_time 11:03 am IST