Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાનો આજે જન્મદિવસ

ખીરસરા તા.પ : રાજકોટ ગ્રામ્ય ૭૧ વિધાનસભાના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાનો આજે જન્મદિવસ છે. તા.પ-૧૧-૧૯૬૯ના રોજ લોધીકાના તાલુકાના ખીરસરા ગામે ખેડૂત શ્રમીક એવા જેઠાભાઇ સાગઠીયાને ઘરે જન્મ થયેલ. માતૃશ્રી સોમીબેનના સંસ્કારોથી લાખાભાઇનુ જીવન આગળ વધેલ તેઓ સરળ અને શાંત સ્વભાવના લીધે સમાજ અને ગામ અને પંથકમાં રાજકીય ક્ષેત્રે આગળ વધેલ. લાખાભાઇ સાગઠીયાનો રાજકીય કારકીર્દીની શરૂઆત ખીરસરા ગ્રા.પં. ના ઉપસરપંચ તરીકે થયેલ ત્યારબાદ લોધીકા તા.પં.માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે તા.પં.ના સદસ્ય તરીકે ચુંટાયેલ છે અને પક્ષે તેમને વિપક્ષ નેતાનું પદ આપ્યુ હતુ.

ત્યારપછી ૨૦૧૭માં ભારતીય જનતા પાર્ટીએ રાજકોટ ગ્રામ્ય ૭૧ના ધારાસભ્યની સીટ ઉપરથી પસંદગી કરાતા તેઓનો ભવ્ય વિજય થયો અને રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય તરીકે પ્રજા પક્ષ અને સંગઠનમાં સારી એવી પ્રતિષ્ઠા ધરાવે છે અને ઓછુ બોલવુ અને વધુ કામ કરવામાં માનવાવાળા વ્યકિત છે. તેઓ સમાજ અને રાજકારણમાં વર્ષોથી જોડાયેલ છે અને હર હંમેશ લોકોની વચે રહે છે નાનામાં નાના લોકોના કામ માટે તત્પર રહેશે. સતત મતવિસ્તારના લોકોના કામનુ ચિંતન કરે છે. તેથી તો પ્રજાનો વિશ્વાસ જીતવામાં સફળ રહેલ છે. તેઓ ખેડૂત પુત્ર હોવાથી ખીરસરા જૂથ સે.મંડળીના પ્રમુખપદે પણ રહી ચુકેલ છે. ઓછા સમયમાં વધુ લોકચાહના મેળવેલ છે. લાખાભાઇ સાગઠીયાને તેમના જન્મદિવસની મો. ૯૮૨૪૨ ૩૯૨૪૪ ઉપર શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(11:34 am IST)