Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

એઇડ્સ લડતના વનમેન આર્મી અરૂણ દવેનો કાલે જન્મદિવસઃ ૬૧માં વષમાં પ્રવેશ

'એઇડ્સ નાબુદી - ૨૦૩૦' અભિયાનનો સંકલ્પ

રાજકોટ : ૧૯૭૮ થી બાળક સર્વાંગી વિકાસની પ્રવૃત્ત્િ।થી સેવાયાત્રા શરૂ કરનાર બ્લડ બેંક સાથે કેન્સર જન જાગૃતિનું કાર્ય કરીને ૧૯૮૭થી એઇડ્સ પરત્વ જનજાગ્રુતિની ઝુંબેશ શરૂ કરનાર એઇડ્સ પ્રિવેન્સ કલબના ચેરમેન અરૂણ દવેનો કાલે (રવિવાર તા. ૩, નવેમ્બર) જન્મદિવસ છે. તેઓ ૬૧માં વર્ષમાં  પ્રવેશ કરે છે. એઇડ્સની લડત સામે 'વન મેન આર્મી'ની જેમ ૩૨ વર્ષથી,લડાઇ લડી રહ્યા છે.

 સૌરાષ્ટ્ર - કચ્છના યુવા ધનને સાંકળીને એઇડ્સ નાબુદી ૨૦૩૦ અભિયાનનો જન્મદિવસે સંકલ્પ કરીને શુભારંભ કરાયો છે. વૈશ્વિક સંસ્થા વર્લ્ડ હેલ્ડ ઓર્ગેનાઇઝેશન, યુનીસેફ, યુ.એન. એઇડ્સ જેવી એઇડ્સ નિયંત્રણની વૈશ્વિક સંસ્થાની સરાહના મેળવી છે. દુનિયાની સૌથી મોટી એઇડ્સ જનજાગૃતિની રેડ રિબીન રાજકોટ ખાતે ૩ વખત નિર્માણ કરીને વર્લ્ડ રેકોર્ડ કરેલ છે. વિશ્વની પ્રથમ મોબાઇલ હેલ્પલાઇન ૯૮૨૫૦ ૭૮૦૦૦ શરૂ કરનાર તેઓ પ્રથમ ગુજરાતી છે.

 સોશ્યિલ મિડીયા મારફત વિશ્વના ૨૦૦ થી વધુ દેશોમાં એઇડ્સ જનજાગૃતિ, સંશોધનો, નવી દવા વિશેની માહિતીઓનું આદાન પ્રદાન કરીને સમગ્ર વિશ્વમાં રાજકોટનું નામ રોશન કરેલ છે.  ફેમીલી કાઉન્સેલીંંગ, પ્રી મેરેજ કાઉન્સેલીંગ, પોસ્ટ મેરેજ કાઉન્સેલીંગ તથા સેકસ એજયુકેશન બાબતે યુવાઓને માર્ગદર્શન અપાય  છે. અરૂણભાઇના જન્મદિનની પૂર્વ સંધ્યાએ તેઓને મો.૯૮૨૫૦ ૭૮૦૦૦ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(5:33 pm IST)
  • મહા ભયંકર રૂપ ધારણ કરેલ બુલબુલ વાવાઝોડુ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશને સમુદ્ર કાંઠે થી આજે રાત્રે પસાર થશે. :કાંઠાના વિસ્તાર માંથી સવા લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાંઆવ્યા નું મુખ્યમંત્રી મમતા બેનર્જી એ જણાવ્યું છે. પશ્ચિમ બંગાળના દીઘાથી ૯૦ કિલોમીટર અને ઓડિશાના પારાદીપ થી 140 કિલોમીટર દૂર બંગાળના અખાતમાં વાવાઝોડું ધસમસતુ આવી રહ્યું છે આજે સાંજે છ વાગ્યાથી કલકત્તા એરપોર્ટ પર તમામ કાર્યવાહીઓ થંભાવી દેવામાં આવી છે access_time 6:19 pm IST

  • વર્લ્ડ ટી-૨૦માં પોતાનો રોલ સમજીને તેણે વધુ ધ્યાન આપવુ જોઈએ : રિષભ પંતને સલાહ આપતા કુમાર સંગકારાએ કહ્યુ... access_time 1:06 pm IST

  • મહારાષ્ટ્ના મુખ્યમંત્રી પદે શિવ સૈનિકની વરણીના સપનાને સાકાર કરવા મારે ભારતીય જનતા પાર્ટીના સમર્થન કે આશીર્વાદની જરૂર નથી ઉદ્ધવ ઠાકરેની પત્રકાર પરિષદ ચાલુ access_time 6:47 pm IST