Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના પ્રદેશ મંત્રી દિલીપસિંહ વાઢેરનો આજે જન્મ દિવસ

રાજકોટ તા. ૧ : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના પ્રદેશ મંત્રી દિલીપસિંહ એસ. વાઢેરનો આજે જન્મ દિવસ છે. ૪૯ માં વર્ષમાં પ્રવેશ કરી રહેલ દિલીપસિંહ કિશોરાવસ્થામાં યુવા ગ્રુપ રણછોડનગરની સ્થાપના કરી સમાજ સેવી પ્રવૃત્તિઓમાં જોડાયા ગયા હતા. સમયાંતરે રાહતદરે નોટબુક વિતરણ, હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ જેવા કાર્યો હાથ ધરતા રહે છે. રકતદાનના હિમાયતી છે અને પોતાના જન્મ દિવસે ૭૦ મી વખત રકતદાન કરી સેવાભાવ ઉજાગર કરશે. તેઓ બેડીપરા રાજપુત મંડળ ટ્રસ્ટ (રાજપુતવાડી) માં ટ્રસ્ટી રાષ્ટ્રીય રાજપુત કરણી સેનામાં ઉપાધ્યક્ષ, કારડીયા રાજપુત ચેરી. ટ્રસ્ટમાં કારોબારી સભ્ય, અખિલ ગુજરાત ક્ષત્રિય રાજપુત યુવા સંગઠનમાં કારોબારી સભ્ય અને ક્ષત્રિય રાજપુત સમાજ ટ્રસ્ટ (નારણકા) માં કારોબારી સભ્ય તેમજ પંછી યુવા ગ્રુપ (રણછોડનગર) માં પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. તેમના મો.૯૮૯૮૦ ૨૧૫૮૧ છે.

(11:26 am IST)
  • ગોંડલ - જેતપુર નેશનલ હાઇવે પર અકસ્માત.:ચોરડી પાસેની ગોળાઈમાં આઇસર પલ્ટી ખાઈ ગયું : કોઈ જાનહાની નથી : ચોરડી પાસેની ગોળાઈમાં મસ મોટા ખાડા અને હાઇવેની લાઈટો બંધ હોવાથી આઇસર પલ્ટી માર્યું : આઇસર પલટી મારતા એક સાઈડનો રોડ વનવે થતા ટ્રાફિક જામ access_time 10:26 pm IST

  • મહારાષ્ટ્ના મુખ્યમંત્રી પદે શિવ સૈનિકની વરણીના સપનાને સાકાર કરવા મારે ભારતીય જનતા પાર્ટીના સમર્થન કે આશીર્વાદની જરૂર નથી ઉદ્ધવ ઠાકરેની પત્રકાર પરિષદ ચાલુ access_time 6:47 pm IST

  • મનીષા ગોસ્વામીને બાર દિવસની રિમાન્ડ પર સોંપવા કોર્ટનો હુકમ : કચ્છને હચમચાવનાર જયંતી ભાનુશાળી હત્યા કેસના મુખ્ય આરોપી મનીષા ગોસ્વામી અને સુરજીતભાઈને ભચાઉ અદાલતે બાર દિવસના રિમાન્ડ ઉપર પોલીસને સોંપેલ છે. સરકાર પક્ષે ખાસ સરકારી ધારાશાસ્ત્રી તરીકે શ્રી અભયભાઈ ભારદ્વાજ અને શ્રી તુષાર ગોકાણીએ ધારદાર દલીલો કરી હતી. access_time 6:07 pm IST