Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

ગીર-સોમનાથ જીલ્લા અગ્રણી ભગવાનભાઈ બારડનો જન્મ દિવસ

પ્રભાસપાટણ, તા. ૧ :. ગીર-સોમનાથ જીલ્લાના અગ્રણી અને જાણીતા રાજકીય આગેવાન એવા તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય-પ્રમુખ અને એવા ભગવાનભાઈ બારડનો આજે ૧ નવેમ્બરે જન્મ દિવસ છે. તેઓ ધારાસભ્ય પદે પણ બિરાજમાન થઈ ચૂકયા છે. બાદલપરા ગામે તા. ૧-૧૧-૧૯૫૯ના રોજ જન્મેલા તેઓએ પ્રજાહિતના અનેક પ્રશ્નોને વાચા આપેલ છે, તો તેમના પરિવારના વડિલો દ્વારા બાદલપરાને રાજ્ય અને દેશનું આદર્શ ગ્રામ બનાવાયેલ છે. તેમા વધારો કરી તેમજ શૈક્ષણિક સંસ્થાઓના વિકાસમાં જેમનુ મોટું યોગદાન છે તેવા તેઓ પ્રજામાં ભગાભાઈના નામે ઓળખાય છે. તેમાં પણ તાજેતરમાં આહિર સમાજ દ્વારા ભાલકા તીર્થ ખાતે નૂતન સુવર્ણ શિખર પ્રતિષ્ઠા મહોત્સવમાં સૌ સમાજના સહકારથી તેમણે તન, મન, ધનથી ખૂબ જ મહેનત કરી પ્રસંગ સુંદરતમ અને વિશ્વકક્ષાએ જેની નોંધ લેવાય હતી તેવા તેઓના જન્મ દિને ઠેર-ઠેરથી અભિનંદન - શુભેચ્છાઓનો વરસાદ મોબાઈલ ઉપર થઈ રહ્યો છે. મો. ૯૮૨૫૨ ૨૦૨૩૩

(11:23 am IST)