Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

સામાજીક અગ્રણી રાજુ જુંજાનો ૩૦મીએ જન્મ દિવસઃ ૫૦માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ છેલ્લા ૨૬ વર્ષથી એડવર્ટાઇઝીંગના વ્યવસાય અને સામાજીક ક્ષેત્ર સાથે સંકળાયેલા રાજુભાઇ નોંધાભાઇ જુંજાનો ૩૦ ઓકટોબરે જન્મ દિન છે ૧૯૭૦ના રોજ ધ્રોલ તાલુકાના લૈયારા ગામે સામાન્ય પરિવારમાં થયેલ હતો આર્થીક સ્થિતિના આટાપાટા વચ્ચે ધો.૧૨ (વિજ્ઞાનપ્રવાહ) સુધી અભ્યાસ કર્યો ડોકટર બનવાની મહેચ્છા પૂરી ન થતાં પત્રકારત્વ ક્ષેત્રે પગરવ માંડી પ્રથમ નૂતન સૌરાષ્ટ્ર અને ત્યારબાદ જય હિન્દુ, સાંજ સમાચાર દૈનિકમાં ૧૬ વર્ષ સુધી સેવા આપી ચૂકયા છે. ૧૯૯૪માં ભરતભાઇ જોષીની સાથે મળી સિમ્પલ એડ એન્ડ કોમ્યુનિકેશનના નામે એડવર્ટાઇઝીંગનો વ્યવસાય શરૂ કરેલ જે હાલ અગ્રગણ્ય એડ એજન્સી તરીકે ઉભરી આવેલ છે. બાળપણથી જ સમાજસેવાનો શોખ ધરાવતા રાજુભાઇ જુંજા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને વિવિધ સંસ્થાઓમાં સેવા આપી રહ્યાં છે તેમજ સમુહલગ્ન, શૈક્ષણિક સેમીનાર, સમાજના ઉત્થાન માટે ચિંતનશિબિર, રકતદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, સ્વચ્છતા અભિયાન, ટ્રાફિક સમસ્યા નિવારણ અભિયાન, રોગચાળા સામે જાનજાગૃતિ અભિયાન, નો હોર્ન પ્લીઝ મુવમેન્ટ, સમાજ પ્રત્યેની ફરજ નિષ્ઠાપૂર્વક અદા કરતા આવ્યા છે.

દરેક સમાજને સાથે લઇ ચાલનારા રાજુભાઇ વર્ષોથી ધાર્મિક પ્રવૃતિઓ સાથે જોડાયેલા છે. અને દર વર્ષે નિકળતી વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરીત જન્માષ્ટમીની ધર્મયાત્રાની જવાબદારી સંભાળી રહ્યા છે. તે ઉપરાંત ગોપાલક સમુહ લગ્ન સમિતિના નેજા હેઠળ રર વર્ષમાં ભરવાડ સમાજની ૧૮પ૦ થી વધુ દીકરીઓના સમુહ લગ્ન યોજવામાં સહભાગી થયા છે. બૃહદ રાજકોટ પ્રતિષ્ઠાન, સાર્વજનિક સેવા સમિતિના પ્રમુખ તરીકે તેમજ સરદારનગર રોડ વેપારી એસોસીએશનનાં પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. સમાજમાંથી કુરીવાજો દૂર થાય અને શિક્ષિત સમાજનું નિર્માણ થાય તેના કાયમી હિમાયતી રહ્યા છે. તમામ  રાજકીય પક્ષો, વિવિધ સંસ્થાઓ અને વિવિધ ક્ષેત્રના આગેવાનો અને પ્રેસ મીડીયા સાથે હૃદયથી જોડાયેલા રાજુભાઇ સૌ સાથે સમાન ભાવ રાખતા હોવાથી બહોળી મિત્ર વર્તુળ ધરાવે છે. તેમના જન્મ દિન મિત્રો, સ્નેહીજનો, વેપારી મિત્રો અને શુભ ચિંતકો દ્વારા ફેસબુક, વોટસએપ તેમજ મો. ૯૮૯૮૧ ૦ર૪૭ર ઉપર તેઓનાં પ૦ માં જન્મ દિનની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(3:00 pm IST)
  • સુપ્રીમકોર્ટે સર્વસંમતિથી ચુકાદો આપ્યો છે : ચીફ જસ્ટિઝ કહ્યું કે બાબરના સમયમાં મીર બાકીએ મસ્જિદ બનાવી હતી : ખોદકામ દરમિયાન મળેલ ઢાંચો બિન ઇસ્લામિક હતો : સુપ્રીમકોર્ટ :અયોધ્યા કેસમાં નિર્મોહી અખાડાનો દાવો રદ કરી નાખવામાં આવ્યો છે : મસ્જિદ કયારે બનાવામાં આવી તે ખબર પડતી નથી : સર્વસંમતિથી સુપ્રીમકોર્ટના જજોએ ચુકાદો આપ્યો છે : તમામ ધર્મોને સમાન નજરથી જોવાનું સરકારનું કામ નથી access_time 11:03 am IST

  • જો ડેન્લીની જગ્યા લેવા ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટમાં રમશે બેરસ્ટો access_time 1:06 pm IST

  • દાવો રદ થવાનો કોઇ અફસોસ નથીઃ નિર્મોહી અખાડા :આજે સુપ્રિમ કોર્ટે અયોધ્યા મામલે ચુકાદા દરમિયાન નિર્મોહી અખાડાનો વિવાદીત જગ્યા અંગેનો માલીકી હકક અંગેનો દાવો રદ કર્યો હતો. નિર્મોહી અખાડાના વરિષ્ઠ સંત મહંત ધર્મદાસજીએ જણાવેલ કે વિવાદીત સ્થળનો અમારો દાવો રદ થતા કોઇ અફસોસ નથી, કેમ કે તે પણ રામલલાનો પક્ષ લઇ રહયો હતો. સુપ્રિમકોર્ટે રામલલાના પક્ષને મજબુત માન્યો છે જેથી નિર્મોહી અખાડાનો હેતુ પુર્ણ થયો છે. access_time 3:25 pm IST