Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ (બાપા)નો આજે જન્મદિવસ

રાજકોટઃ શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખનો આજે જન્મદિવસ છે. 'સૌનો સાથ, સૌનો વિકાસ'ના મંત્રને વરેલા અનિલભાઈ પારેખ જીવનનાં ૬૮ વર્ષ પુર્ણ કરી ૬૯માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.

અનિલભાઈ પારેખે વિદ્યાર્થીકાળથી જાહેર જીવનની શરૂઆત કરી યુવા વયેથી જ પોતાની રાજકીય અને સામાજિક ક્ષેત્રે એક આગવી ઓળખ ઉભી કરવામાં સ્વ.ચિમનભાઈ શુકલ તથા સ્વ.વાલજીભાઈ નથવાણીને પોતાનાં આદર્શ ગણી તેઓનાં માર્ગદર્શન હેઠળ રાજકીય કારકિર્દીની શરૂઆત કરેલ. ભાજપના કાર્યકર્તા તરીકે જોડાઈ ૧૯૬૯નાં ફી વધારા આંદોલન વખતે જેલવાસ ભોગવી ચૂકેલા. ૧૯૭૨થી જનસંઘની શરૂઆત કરી કાર્યકર્તાઓમાં આગવી ઓળખ ધરાવતા બુથ ઈન્ચાર્જથી લઈ વોર્ડ ઈન્ચાર્જ તેમજ ૨૧ વર્ષ સુધી શહેર ભાજપનાં કાર્યાલયમંત્રી તરીકે જવાબદારી સંભાળીનું વહન કરી ચુકયા છે અને હાલ રાજકોટ શહેર ભાજપમાં કોષાધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. કાર્યાલયમંત્રી તરીકેની શરૂઆત વિજયભાઈ રૂપાણી તથા રમેશભાઈ રૂપાપરાનાં માર્ગદર્શન હેઠળ કરેલ. જેમાં શહેર ભાજપ પ્રમુખ તરીકે કમલેશભાઈ જોષીપુરા, રમેશભાઈ રૂપાપરા, જીતુભાઈ શાહ, પ્રતાપભાઈ કોટક, ધનસુખભાઈ ભંડેરી, નિતીભાઈ ભારદ્વાજ, ભીખાભાઈ વસોયા સાથે પણ શહેર ભાજપ કાર્યાલય મંત્રી તરીકે જવાબદારી સંભાળેલ તેમજ હાલ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીની ટીમમાં શહેર ભાજપના કોષાધ્યક્ષ તરીકે જવાબદારીનું વહન કરી રહેલ છે. હાલમાં વડાપ્રધાન અને રાજયનાં પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી રાજકોટ- ૨માંથી વિધાનસભાની ચુંટણી લડયા ત્યારે ચુંટણી કાર્યાલય રાઉન્ડ- ધ- કલોક કાર્યરત રાખી હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જીતાડવા માટેની યશસ્વી કામગીરી કરેલ. આશાપુરા યુવક મંડળ, વિલ્શન સ્પોર્ટસ કલબનાં માર્ગદર્શક તરીકે અને કરણપરા ખાતેથી ખ્યાતનામ અંબિકા ગરબી મંડળનાં ટ્રસ્ટી તરીકે જવાબદારી સંભાળી રહ્યાં છે. ભૂતકાળમાં ટેલિફોન સલાહકાર સમિતિ, પોલીસ સલાહકાર સમિતિ, જેલ મુલાકાતી દળ તેમજ તેમજ હાલમાં પ્રદેશ ભાજપના દસ્તાવેજીકરણ અને પુસ્તકાલય વિભાગના પ્રદેશના સંયોજક તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. તેમનાં પત્ની મીનાબેન પારેખ વોર્ડનં.૭ના કોર્પોરેટર છે. મો.૯૪૨૭૪ ૯૭૫૯૬, ફોનનં.(૦૨૮૧) ૨૨૩૯૬૮૫

(1:07 pm IST)