Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

પૂર્વ મેયર અને પ્રદેશ ભાજપ અગ્રણી રક્ષાબેન બોળીયાનો જન્મદિવસ

રાજકોટઃ રાષ્ટ્રીય કિસાન સંઘના પુર્વ અધ્યક્ષ અને આર.એસ.એસ. પ્રદેશના પુર્વ પ્રાંત સંચાલક કુંવરજીભાઈ જાદવના પુત્રી અને રાજકોટ મહાનગરપાલિકાના પુર્વ મેયર અને પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય તેમજ ચાઈલ્ડ વેલ્ફેર કમીટી ચેરમેન અને સંગઠન સંરચનાના રાજકોટ મહાનગરમાં સંગઠન સંરચના સહઅધિકારી રક્ષાબેન બોળીયાનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૫૩વર્ષ પુર્ણ કરી ૫૪માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.

રક્ષાબેન બોળીયાએ એમ.ફીલ.માં ફીલોસોફી વિષય પર ઉચ્ચ અભ્યાસ કરી એક ગૃહીણી તરીકે રહી સામાજિક ક્ષેત્રની સાથોસાથ રાજકીય ક્ષેત્રે પણ અગ્રેસર રહી મહીલા પુરૂષ સમોવડી બને તે તેનું ઉદાહરણ છે. પતિ રઘુભાઈ બોળીયા ભાજપમાં પુર્વ વોર્ડ પ્રમુખ અને મહામંત્રી તરીકે પણ જવાબદારી સંભાળી હતી. કોર્પોરેશનની માધ્યમીક શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે પ્રથમ વર્ષે જ અને રાજકોટ મહીલા મોરચાના મહામંત્રી તરીકે પણ જવાબદારી સંભાળી હતી. રાજકીય ક્ષેત્રની સાથોસાથ છેલ્લા ૨૭ વર્ષથી સોરઠીયા વાડી પાસે આવેલ પવનપુત્ર ચોક ખાતે ગરબી મંડળનું આયોજન કરે છે. (મો.૯૦૮૨૯ ૯૯૯૯૭)

(1:06 pm IST)