Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

કોડીનાર તાલુકા ટીબી સુપરવાઈઝર અજીત ચાવડાનો જન્‍મદિવસ

કોડીનાર, તા.૧૮: તાલુકામાં ટીબી સુપરવાઈઝર શ્રી અજીતભાઈ ચાવડાનો આજરોજ અઢારમી જૂનના દિવસે જન્‍મદિવસ છે. કંઈને કંઈ નવતર પ્રયોગ કરનાર અજીતભાઈએ ગયા વર્ષે તેમના જન્‍મદિવસ નિમિત્તે તેમને મિત્રોને વૃક્ષો વાવવાની વિનંતી કરતાં સમગ્ર ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર તથા હિમાચલ પ્રદેશમાં પણ તેમના મિત્રોએ એક હજારથી વધુ વૃક્ષો વાવીને જન્‍મદિવસની ઉજવણી સાથે સાથે પર્યાવરણ રક્ષણ કામગીરી પણ કરી હતી. આ વર્ષે તેમણે બીજ બેંકની સ્‍થાપના કરી લુપ્ત થઈ રહેલી શાકભાજી ફળો વૃક્ષો ના બીજ એકત્ર કરી તેમના મિત્રોને આપી તેમનો ઉછેર કરવાનો સંકલ્‍પ કર્યો છે.

આ કામગીરીમા તળાજા રાજકોટ ગાંધીનગર તથા પાલનપુરની બીજ બેંક તથા ગ્રીન લાઈફ ફાઉન્‍ડેશન કોડીનાર મદદ કરી રહ્યા છે અજીતભાઈ ચાવડાને ટપાલ ટીકીટો તથા જુના સિક્કા અને ચલણી નોટોનો સંગ્રહ કરવાનો પણ શોખ છે આજની તારીખે તેમની પાસે એકસો વીસથી વધુ દેશોની ટપાલ ટીકીટો છે તથા પચ્‍ચીસથી વધુ દેશોનુ ચલણ પણ છે.

(11:16 am IST)