Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

પૂર્વ ધારાસભ્ય અને વોર્ડનં.૧ના કોર્પોરેટર ભાનુબેન બાબરીયાનો જન્મદિવસ

રાજકોટઃ ૭૧ ગ્રામ્યના વિધાનસભાના  પૂર્વ ધારાસભ્ય અનુ. જાતિ મોરચાના પૂર્વ રાષ્ટ્રીય મંત્રી, રાષ્ટ્રીય પ્રદેશ કારોબારી સભ્ય અને રાજકોટ મહાનગર વોર્ડનં.૧ના કોર્પોરેટર એવા શ્રીમતી ભાનુબેન મનોહરભાઇ બાબરીયાનો આજે જન્મદિવસ છે. તા.૧૪/૯/૧૯૭૫ના રોજ કોટડાસાંગાણી તાલુકાના અરડોઇ ગામના જનસંઘના આગેવાન એવા માયાભાઇ રાઠોડ અને માતુશ્રી અમરતબેનને ત્યાં રાજકોટ ખાતે જન્મેલા, ભાનુુબેને આજે ૪૭ વર્ષમાં પ્રવેશ કર્યો છે.

ભાનુબેન વિદ્યાર્થીકાળમાં જ માં આનંદમયી સ્કુલમાં જીએસ તરીકે ચુંટાયા હતા. ત્યારબાદ કણસાગરા કોલેજમાં બી.એ.ની ડીગ્રી મેળવી અને પોરબંદર માધવાણી કોલેજમાં એલએલબી સુધી અભ્યાસ કરેલ છે. રાજકોટના ભુતપૂર્વ ધારાસભ્ય માધુભાઇ બાબરીયાના પરિવારમાં પુત્રવધુ તરીકે પ્રવેશ્યા બાદ રાજકારણી તરીકે નહિ. પરંતુ લોકપ્રતિનિધિ તરીકે વધુ જાણીતા  થયા છે. મૃદુભાષી, સરળ, નિખાલસ, ઓછુ બોલવું અને વધુ કામ કરવા માટે જાણીતા એવા પૂર્વ ધારાસભ્ય શ્રીમતી ભાનુબેન બાબરીયાને જન્મદિવસે મો.૯૯૦૪૩ ૪૩૩૨૧, ૯૪૨૭૨ ૨૦૩૯૬ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(1:11 pm IST)