Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

ગોંડલ તરકોસી હનુમાન મંદિરના મહંત રાજુબાપુનો આજે જન્મદિન

ગોંડલ : તરકોસી હનુમાનજી મંદિરના મહંત રાજુબાપુનો આજે જન્મ દિવસ છે. તાલુકામાં અનેકવિધ સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલ દેવપરા ખાતે શ્રી તરકોસી હનુમાનજી મંદિરના મહંત પૂજય રાજુબાપુ આજે તેઓ જીવન સફરના ૪૮ વર્ષ પૂર્ણ કરી ૪૯ વર્ષમાં પ્રવેશી રહ્યા છે.

તેઓ દ્વારા વર્ષ દરમિયાન હનુમાન જયંતી મહોત્સવ, શ્રીરામ નવમી મહોત્સવ, જલારામ જયંતી મહોત્સવ, ગુરૂપૂર્ણિમા મહોત્સવ, નવરાત્રી ઉત્સવ ઉજવવામાં આવી રહ્યા છે. એ ઉપરાંત આઠ સમૂહ લગ્નના પણ આયોજન કરવામાં આવી ચૂકયા છે. બહોળો ભકત સમુદાય ધરાવતા રાજુબાપુના મોબાઇલ નં.બર ૯૯૦૪૯ ૪૦૦૯ર ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.

(11:25 am IST)