Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

પુનિત સદ્દગુરૂ ભજન મંડળના પ્રમુખ જયેશભાઈ નથવાણીનો કાલે જન્‍મદિવસ

રાજકોટઃ શ્રી પુનિત સદ્દગુરૂ ભજન મંડળના પ્રમુખ શ્રી જયેશભાઈ નથવાણીનો જન્‍મ તા.૧/૧૦/૧૯૬૦ના દિવસે થયેલ. ધાર્મિક સંસ્‍કારો નાનપણથી જ માતા- પિતા તરફથી વારસામાં મળેલ. ૨૨ વર્ષની ઉંમરે હનુમાનચાલીસાના પાઠ તથા સુંદરકાંડના પાઠ દ્વારા ધાર્મિક યાત્રા શરૂ થયેલ. છેલ્લા ૪૦ વર્ષથી સંતપુનિતના ભજનો સાથે સંકળાયેલ છે. હાલમાં તેઓ શ્રી પુનિત સદ્દગુરૂ ભજન મંડળનું નિઃશુલ્‍ક સંચાલન સંભાળી રહેલ છે. શ્રી જલારામ સેવા મંડળ ટ્રસ્‍ટ, શ્રી સત્‍ય સાઈ સેવા સમિતિ (નોર્થ), અશોકભાઈ ભાયાણી ગ્રુપ સાથે સંકળાયેલ છે. હાલમાં તેઓની શ્રી સત્‍સસાઈ સેવા સમિતી (નોર્થ) સંચાલીત પ્રશાંતિ ચેરીટેબલ ટ્રસ્‍ટમાં ટ્રસ્‍ટી તરીકે નિમણુંક થયેલ છે. મો.૯૭૧૪૧ ૯૮૯૭૦

 

(3:47 pm IST)