Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

ધન્‍ય કાલની ઘડી રળિયામણી, રૂપાલાના જન્‍મદિનની વધામણી

સ્‍ટાર પ્રચારક કેન્‍દ્રીય મંત્રી પર શુભેચ્‍છા વર્ષા

રાજકોટ : ગુજરાતના જાહેર જીવનના ગગનમાં ગુંજતું નામ એટલે શ્રી પરસોતમ રૂપાલા. હાલ ભારત સરકારના મંત્રી તરીકે કાર્યરત છે. તેમની કારકીર્દી સોળ આની રહી છે. પુરૂષાર્થ અને પ્રારબ્‍ધથી તેમની સફળતાનો મોલ અનમોલ બન્‍યો છે.

શ્રી પરસોતમ રૂપાલાએ કારકીર્દીના આરંભે અમરેલી જિલ્લાની હામાપુર ગામની શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવેલ. હામાપુરથી રાજકારણમાં સામા પુરે તરી ગયા છે. એક સમયે  તેઓ અમરેલી નગરપાલિકાના ચીફ ઓફીસર હતાં. ભાજપના રંગે રંગાયા પછી પ્રદેશ પ્રવકતા, મહામંત્રી અને પ્રમુખ, રાષ્‍ટ્રીય ઉપપ્રમુખ સુધીના ચાવીરૂપ સ્‍થાનો સંભાળ્‍યા છે. રાજયમાં ખેતીવાડી અને પાણી પુરવઠા વિભાગના કેબીનેટ મંત્રી તરીકેની કામગીરીનો પણ અનુભવ ધરાવે છે. રાજયસભાના સભ્‍ય તરીકે ત્રીજી વખત ચૂંટાયા છે. સાહિત્‍ય અને સમાજ જીવનના પ્રવાહોમાં ઉંડો રસ ધરાવે છે. તળપદી શૈલીના લોકપ્રિય વકતા હોવાથી વિવિધ ચૂંટણીઓમાં ભાજપ સ્‍ટાર પ્રચારક તરીકે છવાઇ જાય છે. હાજરજવાબીપણુ' તેમની આગવી ઓળખ છે. હાલ તેઓ ભારત સરકારમાં કેબીનેટ મંત્રી તરીકે મત્‍સ્‍યોદ્યોગ, ડેરી ઉદ્યોગ અને પશુપાલન મંત્રાલય, સંભાળી રહ્યા છે. આવતીકાલે ૭૦માં વર્ષમાં પ્રવેશ નિમિતે આજથી જ શુભેચ્‍છા વર્ષા શરૂ થઇ ચૂકી છે. મો. ૯૮રપ૩ ર૬૬૬૦ નવી દિલ્‍હી.

 

 

(12:12 pm IST)