Gujarati News

Gujarati News

News of Friday, 29th September 2023

ગુજરાત ભાજપ લીગલ સેલના પ્રદેશ કન્‍વીનર જે.જે.પટેલનો જન્‍મ દિવસ : ૬૦માં વર્ષમાં પ્રવેશ

૩૬ વર્ષના જાહેર જીવનમાં વકીલોનું મોટુ સંગઠન ઉભુ કરવામાં સિંહ ફાળો

રાજકોટ, તા., ૨૯ : ગુજરાત ભાજપના અગ્રણી એડવોકેટ અને સ્‍ટેટ ભાજપ લીગલ સેલના કન્‍વીનર જે.જે.પટેલનો આજે જન્‍મદિવસ છે. તેઓ ભાજપ સાથે છેલ્લા ૩૬ વર્ષથી સંકળાયેલા છે. તેઓ જીવનકાળના પ૯ વર્ષ પુરા કરીને આજે ૬૦માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. ત્‍યારે તેઓને રાજકીય અગ્રણીઓ, ધારાસભ્‍યો, સાંસદસભ્‍યો, તેમજ ગુજરાતભરના વકીલો, મિત્રો સ્‍નેહી સગા સંબંધીઓ દ્વારા જન્‍મદિવસની શુભકામના પાઠવવામાંઆવી રહી છે.

એડવોકેટ જે.જે.પટેલ ૩૭ વર્ષના જાહેર જીવનમાં અનેક હોદાઓ ઉપર કાર્ય કરીને હાલમાં છેલ્લા છ વર્ષથી ભાજપ પ્રદેશ લીગલ સેલના કન્‍વીનર પદે ગુજરાતના વકીલ સંગઠનને સાચવીને વટવૃક્ષ બનાવેલ છે.  ૧૯૮૦ થી ભાજપ સાથે જોડાયા બાદ અમદાવાદ શહેરના સંગઠનની જવાબદારી નિભાવેલી. હાલમાં પ્રદેશ ભાજપ લીગલ સેલના મુખ્‍ય કન્‍વીનર તરીકે ફરજ બજાવી રહયા છે. છેલ્લા ૨૦ વર્ષથી તેઓ આ હોદા ઉપર સક્રિય છે.

તાજેતરમાં દિલ્‍હી ખાતેયોજાયેલ ઇન્‍ટરનેશનલ લો-કોન્‍ફરન્‍સમાં તેઓએ ખુબ જ અગત્‍યની કામગીરી બજાવી હતી. ગુજરાતના મોટી સંખ્‍યામાં વકીલોને આ કોન્‍ફરન્‍સમાં હાજરી અપાવી હતી. તેઓ બાર કાઉ. ઓફ ઇન્‍ડીયામાં પણ પોતાનું પ્રભુત્‍વ ધરાવે છે.  પાટીદાર આંદોલન સમયે હાર્દિક પટેલ સામે કોઇ બોલવા તૈયાર ન હતુ ત્‍યારે હાર્દિક પટેલને સૌ પ્રથમ વખત પડકારેલ તેમજ યુવા વકીલોને ભાજપ તરફ જોડીને એક મોટુ સંગઠન તેઓએ બનાવેલ છે. આજે તેમના જન્‍મદિવસે તેઓના મો.નં. ૯૮૨૫૦૭૭૨૨૦ ઉપર જન્‍મદિવસની શુભકામના પાઠવી રહયા છે.

(11:49 am IST)