Gujarati News

Gujarati News

News of Wednesday, 27th September 2023

મોરબીના કોઈપણ કાર્યક્રમમાં ફ્રીમાં, ફોટો પાડવાનો એવો શોખ ધરાવતા રમણીકલાલ ચંડીભમ્‍મરનો જન્‍મદિવસ

(પ્રવીણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા.27 : મોરબી જિલ્લા તથા આસપાસના વિસ્‍તારમાં જનતા શોપ ખૂબ જાણીતું નામ છે. તેના માલિકને સામાજિક, રાજકીય કે પછી ધાર્મિક પ્રસંગમાં જઈને ત્‍યાં ન માત્ર ફોટોગ્રાફી કરવાની પરંતુ મોટાભાગના લોકોને યાદગીરી રૂપે જે તે સમયની કચકડે કંડારવામાં આવેલ યાદગાર તસ્‍વીર આપવાનો જબરો શોખ ધરાવતા રમણીકલાલ ચંડીભમ્‍મરનો આજે તા.27 સપ્‍ટેમ્‍બરના રોજ જન્‍મદિવસ છે.

શહેર-જીલ્લામાં થતા કોઇપણ સામાજીક, રાજકીય કે ધાર્મિક પ્રસંગે રમણીકલાલ અચુક ત્‍યાં પહોંચી જાય અને જે તે કાર્યક્રમમાં હાજર રહેલા લોકોને પણ વિશ્વાસ હોય છે કે, આ ઘડીના ફોટો તેમને અચૂક રમણીકભાઈ તરફથી મળવાનો છે આ અનોખું કામ રમણીકલાલ વર્ષોથી કરી રહ્યા છે. સાત દાયકા વટાવી ગયા હોવા છતાં યુવાનો જેવી જીંદગી રમણીકલાલ જીવી રહ્યા છે અને તેઓ અગાઉ નરેન્‍દ્રભાઇ મોદી સહિત રાજકીય આગેવાનો તેમજ ફિલ્‍મી કલાકારોના ફોટા પાડી તેઓના પ્રિય બન્‍યા છે હાલમાં લોહાણા સમાજની વિવિધ બોડીમાં હોદો ધરાવતા રમણીકલાલને તેના શુભેચ્‍છકો, મિત્રમંડળ અને સગા-સ્‍નેહીઓ તેઓના મોબાઇલ નંબર 98252 22913 ઉપર શુભેચ્‍છાઓ પાઠવી રહ્યા છે.

(4:46 pm IST)