Gujarati News

Gujarati News

News of Tuesday, 26th September 2023

નિવૃત સનદી અધિકારી અશોક કાલરિયાનો જન્‍મદિન

જામનગર, જૂનાગઢ, સોમનાથ, પોરબંદરમાં યાદગાર ફરજ

રાજકોટ : ગુજરાતના ભૂતપૂર્વ માહિતી નિયામક શ્રી અશોક કાલરિયાનો જન્‍મ તા.ર૬ સપ્‍ટેમ્‍બર ૧૯૬૧ ના દિવસે થયેલ આજે વાઇબ્રન્‍ટ જીવનના ૬૩માં વર્ષના દ્વારે પહોંચ્‍યા છ.ે તેઓ મુળ ઉપલેટાના વતની અને ર૦૦૬ ની બેચના આઇ.એ.એસ.કેડરના નિવૃત્ત અધિકારી છે.

શ્રી એ.વી. કાલરિયા ભૂતકાળમાં જામનગર શહેરી વિકાસ સત્તા મંડળના મુખ્‍ય કારોબારી અધિકારી ગુજરાત હાઉસીંગ બોર્ડમાં ખાસ ફરજ પરના અધિકારી, કચ્‍છ અને જુનાગઢ જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક, ગિર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી પોરબંદરના જિલ્લા કલેકટર વગેરે સ્‍થાનો પર યશસ્‍વી ફરજ બજાવી ચુકયા છે. હાલ અમદાવાદમાં નિવૃત જીવન પસાર કરી રહ્યા છ.ે મો. ૯૯૭૮૪ ૦૦પ૪૬ અમદાવાદ

(6:01 pm IST)