Gujarati News

Gujarati News

News of Saturday, 23rd September 2023

કાલે કેન્દ્રના સંયુકત શહેરી વિકાસ સચિવ રવિકુમાર અરોરાનો જન્મદિન

રાજકોટ : ભારત સરકારના શહેરી વિકાસ વિભાગમાં આવાસ અને શહેરી બાબતોના સંયુકત સચિવ તરીકે ફરજ બજાવતા ગુજરાત કેડરના આઇ.એ.એસ. (૨૦૦૬) કક્ષાના અધિકારી શ્રી રવિકુમાર અરોરાનો કાલે જન્‍મદિન છે. (જન્‍મ તા. ૨૪/૯/૧૯૭૩)  શ્રી રવિકુમાર અરોરા ભૂતકાળમાં વડોદરામાં જિલ્લા વિકાસ અધિકારી, નવસારી અને ભરૂચમાં જિલ્લા કલેકટર, વિદેશ મંત્રી એસ. જયશંકરના અંગત સચિવ વગેરે પદ પર રહી ચૂક્‍યા છે. તેઓ મૂળ ઝારખંડના વતની છે. આવતીકાલે ૫૧માં વર્ષમાં પ્રવેશ કરશે.

મો. ૭૫૬૭૯ ૧૦૦૧૦ નવી દિલ્‍હી.

(3:31 pm IST)