Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

જાણીતા ધારાશાસ્ત્રી-ભાજપ અગ્રણી વિરેનભાઈ વ્યાસનો આજે 'હેપ્પી બર્થ ડે'

રાજકોટ, તા. ૬ :. આજરોજ રાજકોટ શહેરના જાણીતા ધારાશાસ્ત્રી વિરેન ઈન્દ્રવદનભાઈ વ્યાસનો જન્મ દિવસ છે. તેઓ ૩૮માં વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે. તેઓ ભાજપ લીગલ સેલ, રાજકોટના ખજાનચી તથા ભાજપ વોર્ડ નં. ૨ના ઉપપ્રમુખનો હોદો ધરાવે છે. તેમજ રાજકોટ રેવન્યુ બાર એસોસીએશનમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે. વકીલોમાં ખૂબ જ લોકપ્રિય છે. તેમજ ભાજપ પરિવારમાં પણ ખૂબ લોકપ્રિય છે. રાજકોટ નાગરીક સહકારી બેંકના પેનલ એડવોકેટ છે.

રાજકોટ શહેરના વકિલો, ભાજપ પરિવાર નાગરીક બેન્ક પરિવાર તથા અન્ય સનિષ્ઠ લોકો તરફથી શ્રી વિરેન વ્યાસને જન્મ દિવસના અભિનંદન આપવામાં આવી રહ્યા છે. તેમજ ઠેર ઠેરથી શુભેચ્છાઓનો ધોધ વરસાવી રહ્યા છે. તેઓનો મોબાઈલ નં. ૯૪૨૮૨ ૫૫૫૫૧ ઉપર અભિનંદન વર્ષા થઈ રહેલ છે.

(3:18 pm IST)