Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

સુર સફર ઇવેન્ટસવાળા અજયરાજ દવેનો જન્મદિન

રાજકોટ તા. ૫ : સુર સફર ઇવેન્ટસ અને સુર સફર મ્યુઝીક એકેડેમીના ચીફ ઓર્ગેનાઇઝર તથા ઇન્ટરનેશનલ સીંગર અજય (રાજ) દવેનો આજે જન્મ દિવસ છે. ૩૦ વર્ષના અનુભવના નીચોડ રૂપે સંગીત રેલાવી રહેલ અજયરાજ દવે નવોદિતોને તાલીમ આપી રહ્યા છે. જન્મ દિવસ નિમિતે ઠેરઠેરથી મો.૮૬૯૦૮ ૬૩૦૦૩ ઉપર શુભેચ્છાઓ વર્ષી રહી છે.

(4:11 pm IST)
  • ભુપેન્દ્રસિંહ ચુડાસમાને કોરોના પોઝીટીવ : ગુજરાત સરકારના વધુ ઍક પ્રધાનને કોરોના વળગ્યો : રાજયના શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા કોરોના સંક્રમિત બનતા તેમને યુ. ઍન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે access_time 11:58 am IST

  • રાજકોટ શહેર - જીલ્લામાં હાલ ૩૨૦૦ બેડ ઉપલબ્ધ : તેમાંથી ૪૦૦થી વધુ ખાલી : ૭૨ કલાકમાં ઓક્સિજનવાળા વધુ ૭૦૦ બેડ વધશે : રેમડેસીવીર ઈન્જેકશનનો જથ્થો સરકારીમાં ૫૦૦૦ અને પ્રાઈવેટમાં ૨૦૦૦નો છે : ઓક્સિજન - વેન્ટીલેટર પૂરતા છે : રાજકોટ - જીલ્લાના કોઈપણ દર્દીને રેમડેસીવીર ઈન્જેકશનની તકલીફ નહિં પડે : પત્ર્કારો સાથેની વાતચીતમાં રાજકોટના પૂર્વ કલેકટર રાહુલ ગુપ્તા અને કલેકટર રેમ્યા મોહનની ભારપૂર્વકની ખાત્રી : લોકો ગભરાય નહિં : વેન્ટીલેટરનો જથ્થો પણ ૩૦૦થી વધુ છે : રાજકોટના મોટા ધાર્મિક સ્થળો ઉપર ભીડ ઍકઠી ન થાય તે જાવા અપીલ : આવા મંદિરોના વડાઓને બોલાવાયા access_time 11:59 am IST

  • લગભગ દોઢ મહિના પછી, પૂર્વી લદ્દાખને અડીને LAC પરના તનાવને સંપૂર્ણ રીતે સમાપ્ત કરવા માટે શુક્રવારે ભારત અને ચીનના કોર કમાન્ડરો ફરીથી મળવા જઇ રહ્યા છે. આ બેઠક LAC ની બાજુમાં, ચુસુલમાં, ભારતમાં યોજાશે. લગભગ એક વર્ષથી પૂર્વ લદ્દાખને અડીને LAC પરના તણાવમાં આ અગિયારમો રાઉન્ડ છે. 20 મી ફેબ્રુઆરીએ છેલ્લી બેઠક મળી હતી. access_time 12:25 am IST