Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

જામનગર લોહાણા મહાજનના મંત્રી વિનુભાઇ તન્નાનો જન્મદિન

જામનગર તા. ૩ : લોહાણા મહાજનના મંત્રી વિનુભાઇ તન્નાનો આજે ૮૪ મો જન્મ દિન છે.તેઓ ઓલ ઇન્ડિયા હાલાઇ લોહાણા મહાજનના કારોબારી સભ્ય તથા લોહાણા યુવક પ્રગતિ મંડળના પ્રમુખ છે.તેઓને ર૦૦૬માં ભારતીય ઉદ્યોગ રત્ન તથા ર૦૦૯માં ભારતીય વિકાસ રત્ન એવોર્ડ સહિત અનેક ક્ષેત્રોમાં એવોર્ડ મળેલ છે.

તેઓ કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ-સભ્ય જીવ દયા મંડળી મુંબઇ-પ્રતિનિધિ, લોહાણા મહિલા સેવા સમાજ-ટ્રસ્ટી, ઇરાન-ઇરાક યુદ્ધમાં જીલ્લાના રર વહાણ બચાવ્યા તથા તેમના ૪૦૦ માણસોના જીવ બચાવ્યા તેમજ કચ્છ-સૌરાષ્ટ્ર સાગર ખેડુત સંઘની સ્થાપના કરી શ્રી બાલા હનુમાન સંકિર્તન મંડળ-ટ્રસ્ટી-ખજાનચી-પ્રમુખ શ્રી લાખોટા જળ સંચય અભિયાન સમિતિ-સભ્ય, શ્રી બેટ-દ્વારકા અન્નપુર્ણા સાધુ સદાવ્રત-ટ્રસ્ટી શ્રી કૃષ્ણદાસ માધવજી તન્ના સ્મશાન સમિતિ-ટ્રસ્ટી, ધી સીડઝ એન્ડ ગ્રેઇન મરચન્ટ એસોસીએશન-ઉપપ્રમુખ, સલાયા સેઇલીંગ વેસલ્સ ઓન એસોસીએશન-ઉપપ્રમુખ તેમજ સૌરાષ્ટ્ર ડેઇટ મરચન્ટ એસોસીએશન-મંત્રી પદે અને ફેડરેશન ઓફ સૌરાષ્ટ્ર-કચ્છ વહાણવટા એસોસીએશન-ઉપપ્રમુખ છે. ધી જામનગર પીપલ્સ કો.ઓપ.બેન્ક લી. ચેરમેન, મેનેજીંગ ડીરેકટર, ડીરેકટર જામનગર નાગરીક પુરવઠા સલાહકાર સમિતિ-સભ્ય સહિત અનેક સેવા સંસ્થામાં હોદો ધરાવે છે.

(12:31 pm IST)
  • મધ્યપ્રદેશના તમામ શહેરોમાં રાત્રી કર્ફ્યુ : દર રવિવારે લોકડાઉન : છીંદવાડા જિલ્લામાં સાત દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ : શાજાપુરમાં રાત્રે 8 વાગતાથી બે દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન લાગુ : તમામ સરકારી ઓફિસો મહિના સુધી સપ્તાહમાં પાંચ દિવસ ખુલશે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 12:39 am IST

  • વધુ એક રાજકીય નેતા કોરોના સંક્રમિત થયા : ભાજપના શ્રી આઈ.કે.જાડેજામો રિપોર્ટ કોરોના પોઝિટિવ : યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરાશે access_time 12:50 pm IST

  • બેંક કર્મચારીઓને પ્રાયોરિટી ધોરણે વેકસીન આપો: નાણામંત્રાલયનો આદેશ : તમામ બેંક કર્મચારીઓને અગ્રતા ક્રમના ધોરણે કોરોના વેક્સિન આપવા માટે નાણા મંત્રાલએ ગૃહ અને આરોગ્ય ખાતાને આદેશ આપ્યા છે. access_time 4:14 pm IST