Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

અતુલભાઇ આર. સંઘવીનો આજે ગતિશીલ જીવનયાત્રા ૬૧માં વર્ષમાં પ્રવેશ

રાજકોટના જાણીતા સિનિયર ધારાશાસ્ત્રી

રાજકોટઃ અતુલભાઈ સંઘવીનો જન્મ રાજકોટમાં તા.૩૦/૩/૧૯૬૧ નારોજ થયેલ. સંઘવીએ રાજકોટમાં પ્રાથમિક અને હાઇસ્કુલનું શિક્ષણ પ્રાપ્ત કરી રાજકોટની સરકારી એ. એમ. પી. લો કોલેજમાં કાયદાનો અભ્યાસ પૂર્ણ કરી ૧૯૮૩થી વકીલાતના વ્યવસાયમાં જોડાયેલા છે. માતાપિતાના ધર્મપરાયણતાના અને જીવદયાના સંસ્કારોના કારણે રાજકોટની અનેકવિધ સામાજીક, સેવાકીય અને જીવદયા ને લગતી સંસ્થાઓ સાથે તન, મન અને ધન થી જોડાયેલા રહે છે.

અતુલભાઈ સંઘવી રાજકોટમાં અનેક રાષ્ટ્રીય કૃત બેંકો;સહકારી બેંકો;અને પ્રાઈવેટ બેંકોમાં એડવોકેટની પેનલ ઉપર વર્ષોથી કાર્યરત છે. રાજકોટની જાણીતી સંસ્થા 'બોલબાલા' ટ્રસ્ટની અનેકવિધ સામાજીક; સેવાકીય પ્રકલ્પોમાં જોડાયેલા છે. રાજકોટ સિટી પોલીસ અને બોલબાલા ટ્રસ્ટના ટ્રાફિકના લગતા અનેક પ્રોજેકટમાં અગ્રેસર રહી કો-ઓર્ડિનેટર તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.

ગત વર્ષે કોરોનાના કારણે લોકડાઉનના સમયે આશરે અઢી માસ સુધી રાજકોટના પોલીસ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ બોલબાલા ટ્રસ્ટના પ્રયાસોથી અને રાજકોટના દાતાઓના સહયોગથી બંને ટાઈમ હજારો લોકોને ભોજનનો પ્રબંધ કરવામાં સંઘવી અગ્રેસર રહ્યા હતા. અતુલભાઈ સંઘવીની આ સેવાઓ ધ્યાનમાં લઈને સામાજીક સંસ્થા 'દીકરાના ઘર' દ્વારા કોરોના વોરિયર્સ તરીકે સન્માનિત કરેલ હતા.

તેઓએ રાજકોટ સિટી પોલીસની સુરક્ષા સેતુ સોસાયટીના અનેક મહત્વના પ્રોજેકટ સાથે જોડાયેલા છે.રાજકોટ સિટી પોલીસના કર્મીઓ અને પરીવારના આશરે ૧૦ હજાર વ્યકિતનો બ્લડ ગ્રુપનો ડેટા એકત્રિત કરવાના કાર્યક્રમમાં મહત્વનું યોગદાન રહેલ છે.

અતુલભાઈ સંઘવીના જન્મદિવસ નિમિત્ત્।ે સામાજીક, સેવાકીય સંસ્થાઓ અને શુભેચ્છકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.(મો.૯૭૩૭૦૧૦૧૧૧/૮૧૪૦૭૧૦૧૧૧)

(3:11 pm IST)