Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

રાજકોટ રેલ્વે પોલીસના સંતોષભાઇ ગઢવીનો જન્મદિવસ

રાજકોટ તા. ૨૭: શહેરના રેલ્વે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં કોન્સ. સંતોષભાઇ ભીખુભાઇ ગઢવીનો આજે જન્મદિવસ છે. ૨૭/૩/૧૯૯૫ના રોજ જનમેલા સંતોષભાઇ તા. ૧/૩/૨૦૧૬ના રોજ પોલીસમાં ભરતી થયા હતાં. અમદાવાદ કાલુપુર ખાતે નોંધપાત્ર ફરજ બજાવ્યા બાદ  હાલમાં રાજકોટ જંકશન રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે ઇન્વેસ્ટીગેશન રાઇટર તરીકે ફરજ બજાવે છે. તેમણે નોકરીના પણ આ મહિનામાં પાંચ વર્ષ પુર્ણ કર્યા છે. મુળ જામનગરના જાંબુડાના વતની સંતોષભાઇએ સફળ જીવનના ૨૬ વર્ષ પુરા કર્યા છે. તેઓ હાલ કોરોનાને કારણે સાદાઇથી જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. સંતોષભાઇ હવે પીએસઆઇ બનવા મહેનત કરી રહ્યા છે. મિત્રો-શુભેચ્છકો તરફથી તેમને (૮૮૬૬૫ ૫૩૭૭૪) ઉપર સતત શુભેચ્છાઓ મળી રહી છે.

(11:44 am IST)