Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

એડવોકેટ-નોટરી મનીષ ચૌહાણનો આવતીકાલે જન્મદિન

રાજકોટઃ શહેરમાં ગાયત્રીનગર મેઈન રોડ ઉપર આવેલ શ્રી કોમર્શીયલ કોમ્પલેક્ષમાં ઓફીસ ધરાવતા જાણીતા એડવોકેટ / નોટરી મનીષભાઈ બી. ચૌહાણનો આવતી કાલે તા.૨૮ના જન્મદિવસ છે. તેઓએ બી.કોમ.એલ.એલ.બી, ડીે.ટી.એલ.પી. સુધીનો અભ્યાસ કરી વકીલાતનો ઉમદા વ્યવસાય  કરે છે અને દિવાની, ફોજદારી, રેવન્યુ ક્ષેત્રે પ્રેકટીસ કરે છે. અને ૨૦૦૯ની સાલમાં કેન્દ્ર સરકારે તેમને નોટરી તરીકે લાયસન્સ આપેલ અને ત્યારથી નોટરી તરીકેની સેવા આપી રહ્યા છે. સને ૨૦૧૭માં નોટરી એસો. સહ સંગઠનમંત્રી તરીકે સફળ કામગીરી કરેલ છે. નોટરી એસો. રાજકોટના પ્રમુખ પ્રકાશસિંહ ગોહીલ તથા તેમજ બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના મેમ્બર દિલીપભાઈ પટેલ તથા વકીલમિત્રો તેમજ રાજકોટ બાર એશોસીએશનના પ્રમુખ બકુલ રાજાણીએ જન્મ દિવસની પૂર્વ સંધ્યાએ જ શુભેચ્છાઓ વરસાવી રહ્યા છે. (મો.૯૪૨૬૪ ૪૪૦૧૫ / ૯૯૦૯૧ ૧૩૩૫૭)

(11:42 am IST)
  • દેશમાં કોરોનાના કેસમાં ભયંકર ઉછાળો : અત્યાર સુધીના રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાયા : એક્ટિવ કેસનો આંકડો 9 .74 લાખને પાર પહોંચ્યો :વધુ 802 દર્દીઓના મોત: રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,31,787 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,30,57,863 :એક્ટિવ કેસ 9,74,174 થયા વધુ 61,797 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,19,10, 709 થયા :વધુ 802 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,67,694 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 56,286 નવા કેસ નોંધાયા access_time 12:58 am IST

  • હિમાચલ પ્રદેશ નગર નિગમની ચૂંટણીમાં ભાજપને ઝટકો : ચારમાંથી બે શહેરો કોંગ્રેસે કબ્જે કર્યા : પાલમપુરમાં 15 માંથી 11 તથા સોલનમાં 17 માંથી 9 બેઠકો ઉપર કોંગ્રેસ વિજયી : મંડી તથા ધર્મશાળામાં ભગવો લહેરાયો : હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસનો સફાયો કરી નાખવાની ભાજપની મુરાદ બર ન આવી access_time 11:51 am IST

  • ટી-૨૦ વર્લ્ડકપ ભારતમાં જ યોજાશે : બેકઅપ પ્લાન પણ તૈયારઃ આઇસીસીના વચગાળાના સીઇઓ જ્યોફ એલાર્ડિસે જણાવ્યું હતું કે ભારતમાં ટી-૨૦ વર્લ્ડકપ રાબેતા મુજબ યોજાવવાનો છે અને તેના માટે તેની પાસે બેક-અપ પ્લાન તૈયાર છે. હાલના તબક્કે ટી-૨૦ વર્લ્ડકપ ભારતમાં જ યોજવા આયોજન access_time 12:21 am IST