Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

યુવા આર્કીટેકટ કુલદીપસિંહ ડોડિયાને જન્મદિન મુબારક

રાજકોટઃ. યુવા આર્કીટેકટ અને અર્બન પ્લાનર કુલદીપસિંહ ડોડિયાનો આજ ૨૬ માર્ચના રોજ જન્મ દિવસ છે. રાજકોટની શ્રી ઈન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કીટેકચરમાંથી બી.આર્ક.ની પરીક્ષા પ્રથમ વર્ગ સાથે પાસ કર્યા બાદ આર્કીટેકટ કુલદીપસિંહ ડોડીયાએ વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલ સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન, શ્રી અરવિંદભાઈ સ્કૂલ ઓફ આર્કીટેકચરમાંથી માસ્ટર ઓફ અર્બન પ્લાનીંગની પરીક્ષા ઉચ્ચ ગુણાંકન સાથે પાસ કરેલ.

અમદાવાદના ખ્યાતનામ આર્કીટેકટ શ્રી કમલ મંગલદાસ અને આર્કીટેકટ શ્રી અપૂર્વ અમીનની કાર્યાલયમાં પણ કુલદીપસિંહ ડોડીયાએ આર્કીટેકટ તરીકે કામગીરી કરેલ છે. છેલ્લા ૬ વર્ષથી કુલદીપસિંહ ડોડીયા રાજકોટમાં કાલાવડ રોડ ખાતે આવેલ ૭૦૧ રીવેરા વેવમાં આર્કીટેકટ તરીકે પોતાની સ્વતંત્ર પ્રેકટીસ કરી રહ્યા છે. આજે જન્મ દિવસે વ્યાપક શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. મો. ૯૭૨૭૭ ૦૦૦૮૮ - રાજકોટ

(10:12 am IST)
  • હિમાચલ પ્રદેશ નગર નિગમની ચૂંટણીમાં ભાજપને ઝટકો : ચારમાંથી બે શહેરો કોંગ્રેસે કબ્જે કર્યા : પાલમપુરમાં 15 માંથી 11 તથા સોલનમાં 17 માંથી 9 બેઠકો ઉપર કોંગ્રેસ વિજયી : મંડી તથા ધર્મશાળામાં ભગવો લહેરાયો : હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસનો સફાયો કરી નાખવાની ભાજપની મુરાદ બર ન આવી access_time 11:51 am IST

  • સુરત:અઠવાઝોનના મોલ બંધ રાખવા મનપાનો આદેશ : તાત્કાલિક અસરથી આજથી જ મોલ બંધ રાખવા સુચના અપાઈ : અગાઉ શનિ રવિ મોલ બંધ રાખવાની સુચના અપાઈ હતી access_time 6:17 pm IST

  • મધ્યપ્રદેશના તમામ શહેરોમાં રાત્રી કર્ફ્યુ : દર રવિવારે લોકડાઉન : છીંદવાડા જિલ્લામાં સાત દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ : શાજાપુરમાં રાત્રે 8 વાગતાથી બે દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન લાગુ : તમામ સરકારી ઓફિસો મહિના સુધી સપ્તાહમાં પાંચ દિવસ ખુલશે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 12:39 am IST