Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

આરોગ્ય ખાતાના નાયબ સચિવ વી.બી.પઢારિયાનો જન્મદિન

રાજકોટ : રાજ્યના આરોગ્ય વિભાગમાં નાયબ સચિવ તરીકે ફરજ બજાવતા સચિવાલય કેડરના અધિકારી શ્રી વનરાજભાઇ ભૂપતભાઇ પઢારિયાનો જન્મ ૧૯૭૭ના વર્ષમાં ૩ માર્ચે થયેલ. આજે ૪૫માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામના વતની છે. પ્રાથમિક શિક્ષણ ત્યાં જ મેળવ્યા બાદ અમદાવાદની એચ.એ.કોમર્સ કોલેજમાંથી વાણિજ્ય સ્નાતકની પદવી મેળવેલ. ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.કોમ. અને એમ.એડ.ની પદવી મેળવી છે. આ અગાઉ પંચાયત વિભાગમાં ફરજ બજાવતા હતા.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૧૧૧૧,

મો. ૯૪૨૬૩ ૪૫૧૯૧, ગાંધીનગર

(1:30 pm IST)