Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

નવી પેઢીને લોકડાયરામાં બેસતા કરનાર ગહેકતા ગળાના કલાકાર કીર્તીદાન ગઢવીનો આજે જન્મદિન

'નગર મે જોગી આયા' અને 'મોગલ છેડતા કાળો નાગ' થી લોકોના હ્ય્દયમાં છવાય ગયા : 'મારી લાડકી રે...' થી આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિધ્ધી હાંસલ

રાજકોટ તા. ૨૩ : આણંદ જિલ્લાના વાળુવડમાં જન્મેલા અને લોકડાયરા થકી લોકોના હ્ય્દયમાં આગવુ સ્થાન બનાવનાર ગહેકતા ગળાના કલાકાર કિર્તીદાન ગઢવીનો આજે જન્મ દિવસ છે. તેમના પિતાશ્રી સાગરદાન ગઢવી પણ સારા ગાયક હતા. એટલે વારસામાં ગાયકીની કલા મળી હતી. દુહા છંદથી શરૂઆત કર્યા બાદ ઇશરદાન ગઢવીના સાથી કલાકાર તરીકે સ્ટેજ મેળવ્યુ. બાદમાં 'નગર મે જોગી આયા' ભજનથી સ્વતંત્ર રીતે લોક રહ્ય્દયમાં સ્થાન બનાવ્યુ. ત્યાર બાદ 'મોગલ છેડતા કાળો નાગ' ચરજ પણ તેમણે પોતાની આગવી સુઝબુઝથી એવી રજુ કરી કે તેમને અપાર પ્રસિધ્ધી મળી. અહીંથી ન અટકતા ફોકસ સ્ટુડીયોના માધ્યમથી 'મારી લાડકી રે...' ગીતે તો તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે લોકપ્રિય બનાવી દીધા. કિર્તીદાન માટે એમ કહી શકાય કે નવી પેઢીને ડાયરામાં બેસતા કરવાનો શ્રેય આપવો હોય તો કિર્તીદાનને જ આપવો પડે. કેમ કે કોલાઝમાં તેમની માસ્ટરી હતી. નવી જુની પેઢીને સાથે રાખીને તેમણે સ્ટેજ માધ્યમથી સ્વરની દુનિયામાં આગવુ સ્થાન બનાવ્યુ. અસંખ્ય આલ્બમો આપી ચુકયા છે. આજે જન્મ દિવસે તેમને ઠેરઠેરથી શુભેચ્છાઓ વર્ષી રહી છે.
 

(11:42 am IST)