Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

એડવોકેટ વિમલ ડાંગરના ૩૫ માં વર્ષના દ્વારે ટકોરા : હેપી બર્થ ડે

રાજકોટ તા. ૧૬ : મિલનસાર સ્વભાવના યુવા એડવોકેટ વિમલ ડાંગરનો આજે જન્મ દિવસ છે. મુળ માળીયાના જસાપર નિવાસી અને રાજકોટને કર્મભુમિ બનાવનાર બિલ્ડર સુરેશભાઇ ડાંગરના સુપુત્ર વિમલભાઇએ યશસ્વી જીવનના ૩૫ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. ચામુંડા ચેરીટેબલ ટ્રસ્ટ નાના દહીંસરાના ટ્રસ્ટી તરીકે તેમજ રાજકોટ નાગરીક બેંકમાં પેનલ એડવોકેટ તરીકે સેવા આપી રહેલ વિમલભાઇ (મો.૯૫૧૦૭ ૭૭૦૦૭) શહેર ભાજપ લીગલ સેલના કારોબારી સભ્ય છે અને જનકલ્યાણ ટ્રસ્ટ જેવી સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે. આજે તેઓને જન્મદિને ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે. (૧૬.૧)

(11:54 am IST)