Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

અમરેલીના સેવાભાવી-સામાજીક કાર્યકર્તા સાર્થક જોષીનો જન્મદિન

અમરેલી તા.૭: અમરેલી ભાજપના યુવા અગ્રણી અને સેવાભાવી કાર્યકર સાર્થક કમલેશભાઇ જોષીનો આજે જન્મદિવસ છે.

સાર્થક જોષીને બાળપણથી જ રાજકીય તથા સામાજીક ક્ષેત્રે આગળ વધવાની ઇચ્છા છે. અને હાલમાં અમરેલી શહેર યુવા ભાજપ, સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ, તથા સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ વિકાસ મંડળ-અમરેલીનાં કારોબારી સભ્ય તથા સામાજીક અને શૈક્ષણિક સંસ્થાઓમાં સલાહકાર સભ્ય તરીકે સેવા આપી રહયા છે.

સાર્થક કમલેશભાઇ જોષીને તેમના જન્મદિન નિમિત્તે (મો.નં.   ૯૬૨૪૯ ૦૩૭૩૮)  ઉપર શુભેચ્છાવર્ષા વરસી રહી છે.

(11:28 am IST)