Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

શુભત્‍વથી શોભતા ડી.ડી.ઓ.એમ.વાય. દક્ષિણીનો જન્‍મદિન

રાજકોટઃ. ગુજરાતના વહીવટી તંત્રમાં નિષ્‍ઠા-પ્રતિષ્‍ઠાથી ધબકતા-ઝબકતા અધિકારી તરીકે જાણીતા મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી શ્રી મનોજ દક્ષિણીનો આજે ૫૭માં વર્ષમાં પ્રવેશ થયો છે. (જન્‍મ તા. ૧૯ નવેમ્‍બર ૧૯૬૨) ધન્‍ય ઘડી રળિયામણી, જન્‍મદિનની વધામણી...

મૂળ તામીલનાડુના વતની શ્રી એમ.વાય. દક્ષિણી ૨૦૦૮ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ અમદાવાદ અને ખેડામાં નિવાસી નાયબ કલેકટર, સુરતમાં પ્રાંત અધિકારી, પાલનપુરમાં નાયબ ચૂંટણી અધિકારી, રાજ્‍યમાં નાયબ મનોરંજન કર કમિશનર, સાયન્‍સ સીટીમાં વહીવટી અધિકારી, અધિક ઉદ્યોગ કમિશનર, યુવા સેવા સાંસ્‍કૃતિક વિભાગમાં કમિશનર, તાપીમાં જિલ્લા વિકાસ અધિકારી વગેરે પદ પર યશસ્‍વી કામગીરી કરી ચૂકયા છે. ધન્‍ય આજની ઘડી રળિયામણી, તેમને જન્‍મદિનની વધામણી...

ફોન નં. ૦૨૭૬૨ - ૨૨૨૩૦૧, મો. ૯૯૭૮૪ ૦૬૨૩૯

અને ૯૮૨૪૧ ૦૦૨૪૧ - મહેસાણા

(11:27 am IST)