Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

જાહેર જીવનના સિતારા સી.એ. યમલ વ્‍યાસને હેપ્‍પી બર્થ ડે

રાજકોટ : ગુજરાતના જાહેર જીવનમાં સદાય ચમકતા સિતારા અને અમદાવાદના નામાંકિત ચાર્ટડ એકાઉન્‍ટન્‍ટ શ્રી યમલ વ્‍યાસ માટે આજે વિશેષ યાદગાર દિવસ ઉગ્‍યો છે. તેમનો જન્‍મ ૧૯૫૮ના વર્ષની ૧૯ સપ્‍ટેમ્‍બરે થયેલ. આજે ૬૧માં વર્ષની કેડીએ કદમ માંડયા છે. યમલજી કે બઢે કદમ, હર કદમ પર જિંદગી બુલંદ...

 ભાજપ સાથે દાયકાઓથી જોડાયેલા શ્રી યમલ વ્‍યાસ ભુતકાળમાં પ્રદેશ મીડિયા સેલના સંયોજક અને સરકારના ત્રીજા નાણા પંચના પુર્ણકાલીન સભ્‍ય તરીકે રહી ચુકયા છે. શેરબજારના ઉંડા અભ્‍યાસુ અને પ્રભાવક વકતા છે. ટીવી ચેનલોમાં રાજકીય સહિત વિવિધ વિષયોમાં જીવંત ચર્ચામાં તેમણે પોતાની વિદ્વતા સિદ્ધ કરી છે.

મો. ૯૮૨૫૩ ૧૧૭૭૭ અમદાવાદ

(10:23 am IST)