Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

રાજકોટના પૂર્વ જિલ્લા વિકાસ અધિકારી રાહત કમિશનર મનોજ કોઠારીને હેપ્‍પી બર્થ ડે

રાજકોટ :. રાજ્‍યના રાહત કમિશનર તરીકે ફરજ બજાવતા શ્રી મનોજ કોઠારીનો જન્‍મ ૧૯૬૦ના વર્ષની ૧૮ સપ્‍ટેમ્‍બરે થયેલ. આજે ૫૯માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે.

તેઓ મૂળ મુંબઈના વતની અને ૨૦૦૫ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે. તેઓ અગાઉ સુરેન્‍દ્રનગરમાં નિવાસી નાયબ કલેકટર, રાજકોટમાં જિલ્લા વિકાસ અધિકારી, ભાવનગરમાં મ્‍યુનિસિપલ કમિશનર વગેરે પદ પર યશસ્‍વી કામગીરી કરી રહ્યા છે.

મો. ૯૯૭૮૪ ૦૭૨૮૧ - ગાંધીનગર

(12:04 pm IST)