Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

જેતપુર જેસીઝના પ્રમુખ અલ્પેશ ભુવાનો કાલે જન્મદિવસ

નવાગઢ, તા. ૧પ : જેતપુર જેસીઝ ને ગતીશીલ બનાવી ઇન્ટરનેશનલ જેસીઝમાં નામ ગુંજતુ કરનાર જેતપુર જેસીઝના સતત કામ કરતા પ્રમુખ અલ્પેશ ભુવાનો કાલે જન્મ દિવસ છે.

અત્રેના ભુવાએ વર્ષ દરમિયાન જેસીઝના માધ્યમથી સમગ્ર ટીમ વર્ક દરમિયાન સેવાની એવી તે અલખ જગાવી ને સતત જેસીઝના પ્રચાર અને પ્રસારમાં પોતાના મસમોટા બિઝનેશના  ટાઇટ શેડયુલમાંથી સમય ફાળવી જેતપુર પંથકની જનતાના મોઢે જેસીઝ -જેસીઝ કરાવી દીધું. અલ્પેશભાઇના જીવનમાં તેમના ધર્મપત્ની શ્રીમતિ અમીબેનનો સિંહફાળો છે. આજના તેમના ચમકતા  -દમકતા  જીવનના મહત્વના દિને (મો. ૯૮૭૯૮ ૪૧પપ૦) શુભેચ્છા વર્ષા થઇ રહી છે.  .

 

(3:25 pm IST)